<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

જસદણ વિંછીયા તાલકામાં રૂપિયા ૨૪.૬૦ કરોડના ખર્ચે રસ્‍તા અને પુલના કામ મંજૂર

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયત્‍નોથી

 (ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૦ : જસદણ વિધાનસભાના કર્મઠ ધારાસભ્‍ય અને ગુજરાતના કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની સતત જસદણ-વિંછીયા તાલુકાને વિકાસના માર્ગે લઈ જવાના પ્રયત્‍નોના કારણે જસદણ-વિંછીયા તાલુકાને વધુ રૂા. ૨૪.૬૦ કરોડના ખર્ચે નવીન રસ્‍તાઓ, મેજર બ્રીજ અને સ્‍લેબ ડ્રેઈન સહિતના વિકાસ કામો મંજૂર થયા છે.

 જસદણ તાલુકાના (૧) શાંતિનગર (રાજાવડલા-જસ)-કુંદણી ૨.૮ કી. મી. નોન પ્‍લાન રસ્‍તો માટીકામ, મેટલકામ, ડામરકામ, ફર્નીશીંગ કામ, માઈનોર બ્રીજ, પ્રોટેકશન વોલ તથા સી. સી. રોડના કામ સાથે રૂા. ૨.૫ કરોડના ખર્ચે (૨) આટકોટ-ચિતલીયા નોન પ્‍લાન ૩.૫ કીમી રસ્‍તો માટીકામ, મેટલકામ, ડામરકામ, ફર્નીશીંગ કામ, માઈનોર બ્રીજ, પ્રોટેકશન વોલ તથા સી. સી. રોડના કામ સાથે રૂા. ૩.૫ કરોડના ખર્ચે (૩) જસાપર-જીવાપર રસ્‍તા પર મેજર બ્રીજ થતા એપ્રોચ રોડ રૂા. ૮.૭૮ કરોડ ના ખર્ચે (૪) સાણથલી-ઈશ્વરીયા રસ્‍તા પર મેજર બ્રીજ તથા એપ્રોચ રોડ રૂા. ૭.૮૨ કરના ખર્ચે તેમજ વિંછીયા તાલુકાના (૫) રૂપાવટી એપ્રોચ રોડ પર રૂા. ૨ કરોડના ખર્ચે સ્‍લેબ ડ્રેઈન, બોક્ષ કલવર્ટ તથા એપ્રોચ કરોડના કામો મંજૂર કરવામાં આવેલ છે. જે વહિવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટુંક સમયમાં જ કામગીરી શરૂ કરવામાં આવશે. આ રસ્‍તાઓના કામો મંજૂર થતા જસદણ અને વિંછીયા તાલુકાના લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.

(11:52 AM IST)