News of Friday, 10th January 2025
જસદણ અને ગોંડલમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ૩૭ ફીરકી સાથે ત્રણ પકડાયા
જસદણ પોલીસે આસિફ, અમીન અને ગોંડલ પોલીસે વિનોદને ઝડપી લીધોઃ ગજેન્દ્ર ઉર્ફે ગોપાલની શોધખોળ

રાજકોટ તા. ૧૦: જસદણના જૂના બસ સ્ટેશન પાસે અને ગોંડલમાં પેલેસ રોડ પર પોલીસે દરોડો પાડી ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને પકડી લીધા હતા.મળતી વિગત મુજબ જસદણના જૂના બસ સ્ટેશન પાસે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર૭૦૦ની કિંમતની પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ૧૮ ફીરકી સાથે આસીફ ઇકબાલભાઇ ગાભાઢકા અને તેનો ભાઇ અમીન ઇકબાલભાઇ ગાભાઢકાને પકડી લીધા હતા. જયારે બીજા દરોડામાં ગોંડલ બી-ડીવીઝન પોલીસે બાતમીના આધારે ગોંડલ પેલેસ રોડ વિક્રમસિંહજી કોમ્પ્લેક્ષ સામે દરોડો પાડી વિનોદ નટુભાઇ સદાદીયાને રૂા. ર૮પ૦ની કિંમતની ચાઇનીઝ દોરીની ૧૯ ફીરકી સાથે પકડી લીધો હતો. જયારે ગજેન્દ્ર ઉર્ફે ગોપાલ રમેશભાઇ સદાદીયા (રહે. ભગવતપરા) ની શોધખોળ હાથ ધરી છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
