તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
દ્વારકા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત દંપતી ઇજાગ્રસ્ત

(કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા તા૧૦: દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં રહેતા શબીરભાઈ જુસબભાઈ પટેલિયા નામના માછીમાર યુવાન તેમના પત્ની રહેમતબેનને સાથે લઈને તેમના જીજે ૨૫ એબી ૫૯૯૬ નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા. ત્યારે દ્વારકાથી આશરે ચાર કિલોમીટર દૂર એક પેટ્રોલ પંપ નજીક પહોંચતા હાઈવે માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક મોટરસાયકલના ચાલક જયંતીભાઈ ઘેલાભાઈ ચાનપા (રહે. વરવાળા)એ ફરિયાદી શબીરભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા તેઓને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ બનાવ અંગે દ્વારકા પોલીસે શબીરભાઈ પટેલીયાની ફરિયાદ પરથી વરવાળા ગામના જયંતીભાઈ ચાનપા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.
ભાટિયામાં જુગાર
રમતા છ ઝડપાયા
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે પોલીસે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા પીઠા પાલા મકવાણા, અશોક જેઠા મકવાણા, દેવશી કારા મકવાણા, દેવશી દેશા પારીયા, જેઠા પાલા મકવાણા અને માલુ મેઘા માતંગને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૦,૪૭૦ નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
