<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

જામનગરમાં કાર પાર્કિંગ બાબતે ઘર પર પથ્‍થરમારો કરી નુકશાન

કપાસનો માલ લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ કર્યાની રાવ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૦ : અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રૂપલબેન દિપકભાઈ ભીખુભાઈ ફીચડીયા, ઉ.વ.૪૦, રે. ગુલાબનગર, યોગેશ્વરનગર શેરી નં.૩ મકાન નં.૩/પ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧-ર૦રપ ના ફરીયાદી રૂપલબેનના ઘરે તે તથા તેના બંન્‍ને દિકરા ઘરે હાજર હતા ત્‍યારે આરોપી અજય બાવાજી ફરીયાદી રૂપલબેનના ફળીયામાં પ્રવેશ કરી ફરીયાદી રૂપલબેનના ઘરની બહાર પાડોશીનું ફોરવ્‍હીલ પડેલ હોય જે તેને લાગેલ કે ફરીયાદી રૂપલબેનનું વાહન  આરોપી અજય બાવાજીના ઘરની સામેની બાજુએ રાખેલ છે તે વાહન અહી કેમ રાખો છો તેમ કહી ફરીયાદી રૂપલબેનના ઘરના ફળીયાની ઝાપલી ખોલી આરોપી અજય બાવાજી તથા તેના બે દિકરા હિતેષ અજય બાવાજી તથા વિવેક અજય બાવાજી  હાથમાં કાચની બોટલ, લાકડી તથા પથ્‍થરો લઈ આવી ફરીયાદી રૂપલબેનના ઘર ઉપર પથ્‍થર તથા કાચની બોટલથી ઘરની બારીના કાચ તથા વેટીલેશન તોડી ઘરમા બોટલો તથા પથ્‍થરના ઘા કરી ઘરવખરીનો સામાન તથા ફરીયાદી રૂપલબેનના દિકરા નો મોબાઈલ તેમજ ઘરના દરવાજામા ધોકા મારી નુકશાન કરેલ અને ફરીયાદી રૂપલબેનના ઘરની વસ્‍તુઓમા આશરે ૪પ,૦૦૦/- જેવી નુકશાની કરી અને બહાર ઉભી આરોપી અજય બાવાજી તથા તેની પત્‍ની અલ્‍પા અજય બાવાજી બહારથી બેફામ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ફરીયાદી રૂપલબેનના ઘરમાં નુકશાની કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

 જામનગર : પંચ એ પોલીસ સ્‍ટેશનમાં સંજયભાઈ સવજીભાઈ ધામેલીયા, ઉ.વ.૩પ, રે. હડમતીયા(મતવા) ગામ, તા.જિ. જામનગરવાળા એ ફરીયાદ નોધાવી છે કે, તા.૧૦-૩-ર૦ર૪ ના હડમતીયા(મતવા) ગામની મોટી વાડી સીમમાં ફરીયાદી સંજયભાઈની વાડીમાં કપાસનું વાવેતર કરતા હોય અને તે કપાસ આરોપી જીતેનભાઈ કલાલ, રે. ગોડલ, જિ.રાજકોટ વાળાને છેલ્લા ત્રણ વર્ષેથી વેચાણ કરીને આપતા હોય અને ફરીયાદી સંજયભાઈ આરોપી જીતેનભાઈને છેલ્લા ત્રણેક વર્ષથી ઓળખતા હોય અને સવારના આશરે સાડા નવેક વાગ્‍યે આરોપી જીતેનભાઈ ટ્રક નં. જી.જે.૦૩- ડબલ્‍યુ-૮૩૦૧ વાળો લઈને ફરીયાદી સંજયભાઈની વાડીએ કપાસ ભરવા માટે આવેલ અને મજુરો દ્વારા જોખીને ફરીયાદી સંજયભાઈનો કપાસ ટ્રકમાં ભરતા કપાસ કુલ ૪૦૭ મણ જેના એક મણના રૂપિયા ૧પ૦પ લેખે ભાવ આપેલ હોય જેના કુલ રૂ.૬,૧ર,પ૩પ થયેલ હોય અને આ વખતે આરોપી જીતેનભાઈ પોતાની ફોરવ્‍હીલ કાર જેના રજી.નં. જી.જે.-૦૩-ડીજી-૭૦ર૧ વાળી લઈને આવેલ હોય અને ફરીયાદી સંજયભાઈને વાત કરેલ કે આ તમારા કપાસના કુલ રૂ.૬,૧ર,પ૩પ હું આવતી કાલે આંગડીયુ કરી મોકલી આપીશ તેમ જણાવેલ અને ફરીયાદી સંજયભાઈ આરોપી જીતેનભાઈને ઓળખતા હોય, જેથી ફરીયાદી સંજયભાઈ વિશ્વાસમાં આવી ગયેલ અને ત્‍યારબાદ બીજા દિવસે તા.૧૧-૩-ર૦ર૪ ના રોજ આરોપી જીતેનભાઈને ફરીયાદી સંજયભાઈએ ફોન કરતા આરોપી જીતેનભાઈએ ફરીયાદી સંજયભાઈને ફોનમાં જણાવેલ કે હું બપોરબાદ તમારા રૂપિયા મોકલી આપીશ અને બપોરબાદ પણ આ રૂપિયા ન આપતા બીજા દિવસે ફરીયાદી સંજયભાઈ આરોપી જીતેનભાઈને ફોન કરતા આરોપી જીતેનભાઈનો ફોન બંધ આવતો હોય અને કપાસના રૂ.૬,૧ર,પ૩પ આજદિન સુધી ન આપી આરોપી જીતેનભાઈએ ફરીયાદી સંજયભાઈ સાથે ઠગાઈ કરી ગુનો કરેલ છે.

 દારૂ સાથે ઝડપાયો : એક ફરાર

જામનગર : અહીં સીટી એ ડિવિઝનમાં કોન્‍સ. રવિભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧-ર૦રપ ના રણજીતસાગર રોડ, ગ્રીનસીટી રજવાડી ગોલા સામે આરોપી અજયસિંહ રણજીતસિંહ રાઠોડ એ પોતાના કબ્‍જામાં ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩, કિંમત રૂ.૧પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી મુસ્‍તફા ઉર્ફે લાડુ ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જમવા બાબતે બાપને

દિકરાએ લમધાર્યો

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જેરામદાસ શામળદાસ પરમાર, ઉ.વ.૭૬, રે. ખેતીવાડી, ઈન્‍દીરા કોલોની શેરી નં.૧ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૮-૧-ર૦રપ ના ફરીયાદી જેરામદાસ પત્‍ની પાસે જમવાનું માંગતા ફરીયાદી જેરામદાસના પત્‍નીએ જમવાનું ન આપતા ફરીયાદી જેરામદાસ તેના પર ગુસ્‍સે થતા હોય જેથી આરોપી મનસુખ જેરામદાસ પરમાર એ ફરીયાદી જેરામદાસને ડાબા પગમાં લોખંડના પાઈપ વડે ત્રણ ઘા મારી ફેકચરની ઈજા પહોંચાડી નાશી જઈ જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઘરમાં નુકશાની કર્યાની રાવ

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં રામાબેન ધનજીભાઈ હમીરભાઈ પરમાર, ઉ.વ.૪પ, રે. સાધના કોલોની, સીધ્‍ધી  વિનાયક સોસાયટી, લાલપુર રોડ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૭-૧-ર૦રપના ફરીયાદી રામાબેનનું ખેતીવાડી સામે, સીધ્‍ધાર્થનગર શેરી નં.૪, રાજભાની દુકાન પાસે બંધ મકાન હોય જેમાં કોઈ અજાણ્‍યા ચોરી ઈસમે ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનમાં એક રૂમમા આવેલ પતરા તથા દરવાજો તોડી તથા બીજા છત વાળા મકાનની પેટાપારી તોડી તથા ફળીયામાં આવેલ સંડાસ બાથરૂમના પતરા તોડી તથા ફળીયાની દિવાલમાં તોડફોડ કરી આશરે એકાદ લાખ રૂપિયાનું નુકશાન કરી ગુનો કરેલ છે.

ઈકો કારે હડફેટે લેતા મોત

જામનગર : લાલપુર પોલીસ સ્‍ટેશનમાં લાલુભાઈ ઈડીયાભાઈ કટારીયા, ઉ.વ.ર૮, રે. નવીવેરાવળ ગામ, ભરતભાઈ ભીખાભાઈ ગાગીયાની વાડીએ, તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧-ર૦રપના ફરીયાદી લાલુભાઈ તેના સાસુને વતન મુકવા જતા ત્‍યારે મેમાણા પાટીયાથી આગળ રોડ ઉપર આરોપી ઈકો કાર જેના રજી.નં. જી.જે.-ર૩-સીઈ-૧૯૯૮ ના ચાલકે પોતાની કાર પુરઝડપે બેફીકરાઈથી ગફલતભરી રીતે ચલાવી આવી મરણજનારને પાછળથી હડફેટે લેતા માથાના ભાગે તથા ડાબા પગમાં ગંભીર ઈજા તથા શરીરે સામાન્‍ય ઈજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ છે.

શંકરટેકરીમાં જુગાર રમતા

બાર ઝડપાયા

અહીં સીટી સી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. હર્ષદભાઈ દલપતભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૯-૧-ર૦રપના શંકરટેકરી, બજરંગ ચોકમાં આરોપીઓ વિજયકુમાર રમેશચંદ્ર પાંડે, કળષ્‍ણમુરારી બાબુરામ કુશવાહ, રંજીતસિંગ શ્રીનાથુસિંગ રાજપુત, દિપેશસિંગ રવિન્‍દ્રસિંગ રાજપુત, ગોરખસિંગ જશવંતસિંગ રાજપુત, મેઘનાથ રઘુવિરસિંગ પરિહાંર, નવાબસિંગ રઘુવિરસિંગ પરિહાંર, રાજુસિંગ નવલસિંગ રાજપુત, ગ્રીજેશકુમાર સુંદરલાલ કઠેરીયા, બંટોસિંગ દુર્જનસિંગ પરિહાર, સંતોષસિંગ કરણસિંગ રાજપુત, માધવિંસંગ મોકમસિંગ કુશવાહ એ ગંજીપતાના પાના વડે પૈસાની લેતી દેતી કરી પૈસાની હારજીત કરી તેનીપતી નામનો જુગાર રમી રમાડી રેઈડ દરમ્‍યાન રોકડા રૂ.રર,૬૦૦/ ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે

(1:31 PM IST)