News of Friday, 10th January 2025
કેશોદ ગામ મેસવાણ ગામે ખેતરના ઢાળીયામાં જુગાર રમતા ૯ શખ્સની ધરપકડ
૨ નાસી ગયા, જુગારીઓ પાસેથી ૯૭,૫૦૦નો મુદ્દામાલ કબજે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: કેશોદ ગામ મેસવાણ ગામે ખેતરના ઢાળીયામાં જુગાર રમતા ૯ શખ્સની ધરપકડ કરી હતી પરંતુ ૨ નાસી ગયા હતા પોલીસે જુગારીઓ પાસેથી ૯૭,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી.
કેશોદ તાલુકાના મેસવાણ ગામનો દિનેશભાઈ ઉર્ફે સુખો કાળાભાઈ મારૂના ખેતરે ઓરડીની બાાજુમા ખુલ્લા ઢાળીયામા ગંજી પતાના પાના પૈસા વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે દિનેશભાઈ ઉર્ફે સુખો કાળાભાઈ મારૂ રહે.મેસવાણ ગામ તા.કેશોદ, મહેશભાઈ મણીલાલ સંઘાણી રહે.મેસવાણ, કૌશીકભાઈ કાંતીભાઈ ગરાળા રહે. કેશોદ વેરાવળ રોડ હરેકળષ્ણ એપાર્ટમેન્ટ બ્લોક નં-૨૦૩, દિનેશભાઈ મેઘાભાઈ બાબરીયા રહે.અજાબ ગામ તા. કેશોદ, હર્ષભાઈ મહેશભાઈ બાબરીયા રહે.અજાબ ગામ તા.કેશોદ, મનોહરભાઈ દીલીપભાઈ દયાતર રહે.અજાબ ગામ તા.કેશોદ, પરેશભાઈ હરીભાઈ ભુવા રહે.અજાબ ગામ તા.કેશોદ, હનીફભાઈ બોદુભાઈ હાલા રહે.ઉમટવાડા તા.જી.જુનાગઢ અને દેવાભાઈ કરશનભાઈ દિવરાણીયા રહે.ધંધુસર ગામ તા.વંથલીને રૂપિયા ૯૭,૫૦૦ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા.
આ દરોડામાં અજાબ ગામના જુગારી શૈલેષ અને ધવલ બગીયા નામના શખ્સો નાસી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
