<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ધાબા ઉપરથી પસાર થતી ઈલેક્‍ટ્રીક લાઈનમાંથી શોક લાગતા માણાવદરના વેડવા ગામે યુવાનનું મોત

આંચકી આવતા પલંગ ઉપરથી પડી જતા ચાંદીગઢના વળદ્ધનું મોત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૦: ધાબા ઉપરથી પસાર થતી ઈલેક્‍ટ્રીક લાઈનમાંથી શોક લાગતા માણાવદરના વેડવા ગામે યુવાનનું અને આંચકી આવતા પલંગ ઉપરથી પડી જતા ચાંદીગઢના વળદ્ધનું મોત થયું હતું.

માણાવદર તાલુકાના વેડવા ગામે મધ્‍યપ્રદેશના ૩૪ વર્ષના દીલીયા નાનલા પરીહાર નામનો યુવાન ગઈકાલે વેળવા ગામે રેનબસેરાના ધાબા ઉપર રેતી ઉતારવા જતા ઉપરથી પસાર થતી ઇલેકટ્રીક લાઇનમાંથી અચાનક સ્‍પાર્ક થતાં શોર્ટ લાગવાથી મળત્‍યુ નિપજ્‍યું હતું. આ બારામાં પોલીસે ભાયદાસ રાખીયાભાઇ પવારનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

પડી જતા મોત

કેશોદ તાલુકાના ચાંદીગઢ ગામે રહેતા ૬૦ વર્ષના પરબતભાઇ માલદેભાઇ મૂછળીયા નામના વળદ્ધ  કોઇપણ બીમારી સબબ જુનાગઢ સરકારી હોસ્‍પિટલમાં દાખલ હતા ત્‍યારે કોઇ કારણોસર આંચકી આવતા પલંગ ઉપરથી પડી જતા માથામા તથા નાકમા ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા પરંતુ ફરજ પરના ડોકટર ધર્મ પટેલએ મળત જાહેર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:37 PM IST)