તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
મહાકુંભ મેળામાં ૫૦ કરોડ જેટલા ભાવિકો ઉમટવાની ધારણા
૧૩મીથી ઉતરપ્રદેશના પ્રયાગમાં શરૂ થતા મહાકુંભ મેળા માટે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

(કોૈશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.૧૦: ચાલુ પોષ માસની પૂર્ણમાં તા.૧૩/૧/૨૫થી ઉતરપ્રદેશના પ્રયાગમાં શરૂ થતાં મહાકુંભ મેળા માટે તંત્ર દ્વારા અદભુત તેયારીઓ થઇ છે.
૧૩ જાન્યુઆરછ પોષી પુનમથી શરૂ થઇને ૨૬ ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ૪૫ દિવસ ચાલનારા આ મહાકુંભ મેળામાં બે લાખ ટેન્ટ, ૧૨ કિ.મી. લાંબો સ્પેશ્યલ ઘાટ, ૧૫ હજાર શોૈયાલય, દશ હજાર સફાઇકર્મી, ૭૦ હજાર એલ.ઇ.ડી. સોલાર લાઇટ, ૧૨૫૦ કિ.મી. લાંબી પાણીની લાઇન, સાત હજાર બસ, એક હજાર સ્પેશ્યલ ટ્રેન, ૩૮૦૦૦ સુરક્ષાકર્મી, બે હજાર સર્વેલન્સ કેમેરા, પાંચ લાખ વાહનોના પાર્કીંગની વ્યવસ્થા સાથે ૯૮ એ વન પાવર્ડ ફેલ સિસ્ટમ સાથે વ્યવસ્થા ગોઠવાઇ છે.
પોૈરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ નીકળેલો જેના કેટલાક ટીપા પ્રયાગરાજ, હરિદ્વાર, નાસીક તથા ઉજ્જેૈનમાં પડયા હતા જેના સંદર્ભમાં ઉજ્જૈન, પ્રયાગરાજ, હરિદ્વાર તથા નાસિકમાં દર ત્રણ વર્ષે કુંભમેળો, હરિદ્વાર તથા પ્રયાગરાજમાં છ વર્ષમાં એકવાર અર્ધકુંભ તથા ૧૨ વર્ષે પ્રયાગરાજમાં એક વખત મહાકુ઼ભ યોજાય છે. ૨૦૧૩માં પણ પ્રયાગમાં મહાકુંભ મેળો યોજાયો હતો. એકાદ હજાર કરોડના ખર્ચે મહાકુંભની વ્યવસ્થા ગોઠવાઇ છે. પણ બે લાખ કરોડ જેટલી આવક આ મેળામાં આવનાર ૪૦/૫૦ કરોડ ભાવિકોથી વિવિધસ્ત્રોતોને થશે.
મહાકુંભ મેળામાં શાહી સ્નાનનું ખુબ જ મહત્વ છે જેને યોગી આદિત્યનાથે સંસ્કૃતિ સ્નાન નવું નામ આપેલું છે. ૧૩/૧/૨૫ના પોષ પૂર્ણીમાં ૧૪/૧ના મકરસંક્રાતિ, ૨૯/૧ના મોૈની અમાવાસ્યા, ૩/૨ના વસંત પંચમી, ૧૨/૨ના માઘ પૂર્ણિમાં, ૨૬/૨/૨૫ના મહાશિવરાત્રીના શાહી સ્નાન થાય છે.
મુકતાનંદબાપુ સાથે યોગી આદિત્યનાથની ચર્ચા
આગામી ૧૩/૧/૨૫ના રોજથી દર બાર વર્ષે યોજાતા મહાકુંભ મેળો શરૂ થનાર છે. ત્યારે જુનાગઢના સંત તથા પંચઅગ્નિ અખાડાના સતાપતિ મુકતાનંદબાપુ કે તેઓ હાલ પ્રયાગરાજમાં છે. ગઇકાલે તેમની સાથે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મુલાકાત યોજીને મહાકુંભની વ્યવસ્થા બાબતે ચર્ચા વિચારણા થઇ હતી. યોગી આદિત્યનાથ જાતે પંચ અગ્નિ અખાડાની મુલાકાતે આવ્યા હતા જેમની સાથે ખંભાળીયાના ભરતદાસબાપુ, જુનાગઢના સંજયભાઇ વિ.પણ જોડાયા હતા.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
