<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

રવિવારે જૂનાગઢમાં સ્‍વ. સરમણભાઇ મારૂની પુણ્‍યતિથી નિમિતે થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોના લાભાર્થે મહારકતદાન કેમ્‍પ

મજેવડી ગેઇટ પાસે ‘‘વેદ'' સરમણ બિલ્‍ડર્સ ખાતે આયોજનઃ રકતદાતાઓને ઉમટી પડવા હાકલ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૦: જૂનાગઢમાં તા. ૧૨ ને રવિવારે સ્‍વ. સરમણભાઇ રાણાભાઇ મારૂની પુણ્‍યતિથી નિમિતે થેલેસેમીયાગ્રસ્‍ત બાળકોના લાભાર્થે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરાયુ છે. તારીખઃ ૧૨-૧-૨૦૨૫ને રવિવાર સવારે ૧૦:૦૦ થી ૦૫:૦૦ ‘‘ વેદ'' સરમણ બિલ્‍ડર્સ, મજેવાડી ગેઇટ, સીવીલ હોસ્‍પિટલ બાજુમાં જૂનાગઢ ખાતે મહિલા ડોનર માટે અલગ વ્‍યવસ્‍થા કરેલ છે. ચાલો સાથે મળીને એક માનવતાનું કાર્ય કરીએ અને માનવતા મહેકાવીએ તેમ આયોજકોએ જણાવ્‍યુ છે.

થેલેસેમીયાગ્રસ્‍ત બાળકો માટે  હાલની સ્‍થીતી જોતા રકતદાન કેમ્‍પ ખુબજ ઓછા થઇ ગયા છે. એના કારણે બ્‍લડની અછત ઉભી થયેલ છે. તો તેને પહોંચી વળવા રકતદાન કેમ્‍પનું આયોજન કરેલ છે.  આ કાર્યને પ્રોત્‍સાહિત કરવા માટે પધારો એવી લાગણી વ્‍યકત કરાઇ છે. રકતદાતાઓને ઉમટી પડવા આયોજક સરમણ બિલ્‍ડર્સ -જૂનાગઢ સમીરભાઇ સરમણભાઇ મારૂ નયનભાઇ સરમણભાઇ  મારૂ એ આમંત્રણ પાઠવ્‍યુ છે. બ્‍લડ ડોનેશન રજીસ્‍ટ્રેશન માટે મો. નં. ૯૮૮૦૬ ૮૭૦૦૭ ઉપર સંપર્ક કરવા જણાવ્‍યું છે. 

(1:48 PM IST)