News of Friday, 10th January 2025
હમ નહિ સુધરેંગે... ટંકારાનો શખ્સ બીજીવાર ચાઇનીઝ દોરી વેચતા પકડાયો

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા, તા. ૧૦: ટાઉન વિસ્તારમાંથી દસ દિવસ પહેલાં ચાઈનીઝ દોરી સાથે ઝડપાયેલા શખ્સને બીજી વખત પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી વેંચતા ટંકારા પોલીસે પકડી પાડયોતો.
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ટંકારા ટાઉન વિસ્તારમાં અલગ અલગ પતંગના સ્ટોલ ચેક કરી તપાસ કરતા આરોપી અફજલ ઇબ્રાહીમભાઇ માડકીયાના કબજામાંથી પ્રતિબંધીત રસની દોરીની ફીરકી નંગ-૬ કિંમત રૂ.૯૦૦/- ના મુદ્દામાલ સાથે જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતા બી.એન.એસ. કલમ-૨૨૩ તથા જી.પી.એકટ કલમ-૧૩૧ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી અફજલ ઇબ્રાહીમભાઇ માડકીયાની ટંકારા પોલીસે દસ દિવસ અગાઉ પણ પ્રતિબંધિત નાઈલોન દોરીની ૫૮ ફીરકી સાથે પકડી પાડી અટક કરી હતી.જે બાદ આજે આરોપી ફરી ઝડપાતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
