<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

પોરબંદરમાં ચાઇનીઝ પતંગ દોરી તથા પ્‍લાસ્‍ટીકના દોરા વેચનારા સામે કડક પગલાઃ પોલીસ દ્વારા ઠેર-ઠેર ચેકીંગ

 

પોરબંદર તા.૧૦: ચાઇનીઝ પતંગ દોરી અને અન્‍ય હાનીકારક સિન્‍થેટીક પદાર્થથી કોટીંગ કરેલા તથા પ્‍લાસ્‍ટીકના દોરા વેચનારા સામે કડક પગલા લેવા પોલીસ દ્વારા ઠેર-ઠેર પતંગ સ્‍ટોલ ઉપર ચેકિંગ શરૂ કરવામાં આવ્‍યું છે.

ઉધોગનગર પોલીસ સ્‍ટેશનના પે..ઇન્‍સ.શ્રી આર.એમ.રાઠોડ તથા સર્વેલન્‍સ સ્‍કવોડના પોલીસ કર્મચારી સાથે મકરસક્રાંતિના તહેવાર સબબ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ પંતગના સ્‍ટોલના માલિક તથા સંચાલકોને ચાઇનીજ તુકકલ, નાયલોન અથવા અન્‍ય સીન્‍થેટીક માંઝા સીન્‍થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન બાયોડીગ્રેબલ હોય તેવી દોરી /ચાઇનીઝ માંજા/નાયલોન/પ્‍લાસ્‍ટીકની દોરીઓ/કાચ પાયેલી દોરીઓ/ તથા અન્‍ય હાનીકારક પદાર્થોથી કોટીગ કરેલ દોરીઓનુ ઉત્‍પાદન સંગ્રહ વેચાણ તથા ઉપયોગ નહી કરવા મનાઇ ફરમાવતુ જાહેરનામું પ્રસિધ્‍ધ કરવામાં આવેલ.

જેના અનુસંધાને ઉધોગનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ પંતગ સ્‍ટોલોને ચેક કરવામાં આવેલ તેમજ ૧૦૦ નંબર પી.સી.આર વાહનમાં લાઉડ સ્‍પીકર દ્વારા જાહેર જનતાને જાહેરનામા અંગેની પ્રસિધ્‍ધિ કરી લોકોને જાગળત કરવામાં આવેલ અને પંતગના સ્‍ટોલના માલિક તથા સંચાલકોને પોરબંદર જીલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ મકરસક્રાંતિના તહેવારનું જાહેરનામાનુ ચુસ્‍તપણે પાલન કરવા સમજ કરવામાં આવી રહી છે.

(2:02 PM IST)