News of Friday, 10th January 2025
ભગવત ગીતા લાલ કપડામાં વીંટીને કબાટમાં રાખવાનું નહીં પણ દરેક ઉંમરની વ્યકિતઓએ વાંચવા જેવુ પુસ્તક છે
પોરબંદરમાં વિશ્વના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરૂ ભગવાન શ્રીકૃષ્ણના અમુલ્ય સિધ્ધાંતોના પરીચય અંગે સેમીનારમાં સ્વામી ભાનુપ્રસાદજીનું સંબોધનઃ ડીસ્ટ્રીક ચેમ્બર યુવા ચેમ્બર તથા રઘુવીર સેના દ્વારા આયોજીત સેમીનારનો ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ લાભ લીધો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: વિશ્વના સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુ ભગવાન શ્રી કળષ્ણના જીવનના અમૂલ્ય સિદ્ધાંતોના પરિચયનો સેમિનાર યોજાયો હતો. ડીસ્ટ્રીકટ ચેમ્બર, યુવા ચેમ્બર તથા રઘુવીર સેનાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમીનારમાં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને શહેરીજનોએ સેમિનારનો લ્હાવો લીધો હતો. સેમીનારમાં સ્વામી ભાનુપ્રસાદ દાસજીએ ભગવત ગીતાએ લાલ કે સફેદ કપડામાં વીંટીને રાખવાનું નહી પણ દરેક ઉંમરની વ્યકિતઓએ વાંચવા જેવું પુસ્તક છે તેમ જણાવી ગીતાના મહત્વ વિશે સમજાવ્યું હતું.
નૂતન વર્ષ ૨૦૨૫ના પ્રારંભે તા. ૨ જાન્યુઆરીના રોજ પોરબંદરના છાંયામાં આવેલી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નસિર્ંગ કોલેજના ઓડિટોરિયમ ખાતે ડીસ્ટ્રીકટ ચેમ્બર, યુવા ચેમ્બર તથા રઘુવીર સેનાના સંયુક્ત ઉપક્રમે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર હસમુખભાઈ જોબનપુત્ર દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા શહેરીજનોને ભગવાન શ્રી કળષ્ણના સિદ્ધાંતો વર્તમાન સમયમાં પણ કઈ રીતે જીવનમાં મેનેજમેન્ટ માટે કઈ રીતે કાર્ય કરે છે તે વિષય પર વિસ્તળત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ સહીત ૪૦૦ થી વધુ શહેરીજનોએ ભગવાન શ્રી કળષ્ણના જીવનના મૂલ્ય અને સિદ્ધાંતો વિષે માહિતી મેળવી હતી.
મોટિવેશનલ સ્પીકર અને મુંબઈના સી. એ. હસમુખભાઈ જોબનપુત્રના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના પ્રારંભમાં યુવા ચેમ્બર પ્રમુખ સુમિતભાઈ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ યુવા ચેમ્બર પ્રમુખ સુમિતભાઈ સલેટ દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ટ્રસ્ટી સ્વામી ભાનુપ્રકાશદાસજીનું પુષ્પ હાર દ્વારા, ત્યાર બાદ ઘી પોરબંદર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જતીનભાઈ હાથી દ્વારા હસમુખભાઈ જોબનપુત્રનું પુષ્પગુચ્છથી તથા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના પોરબંદર જિલ્લા પ્રમુખ વિજયભાઈ ઉનડકટ દ્વારા મુંબઈના ઈવેન્ટ મેનેજમેન્ટ નો ઇન્ટરનેશનલ લેવલે બિજનેસ કરતા ખુબજ ઉષાબેન દેકીવાડિયાનું તેમજ અન્ય મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જતીનભાઈ હાથી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજનો આ સેમિનાર દ્વારા ફક્ત વિદ્યાર્થીઓ જ નહિ તમામ લોકોના જીવનમાં મેનેજમેન્ટ માટે કંઈક નવી જ વાતો જાણવા અને શીખવા મળશે. સ્વામી ભાનુપ્રકાશદાસજીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રી કળષ્ણએ શ્રીમદ્દ ભગવત ગીતામાં વ્યવસ્થિતિ વિષે જણાવ્યું છે અને આ વ્યવસ્થિતિ એટલે મેનેજમેન્ટ. ભગવત ગીતા એ કોઈ ધાર્મિક પુસ્તક નથી કે જીવનના અંત સમયે વાંચવાનું પુસ્તક છે એવું નથી. ભગવત ગીતાએ સફેદ કે લાલ કપડામાં વીટી કબાટમાં રાખવાનું નહિ પણ દરેક ઉંમરના દરેક વ્યક્તિએ વાંચવા માટેનું પુસ્તક છે વધુમાં વાત કરતા સ્વામીજીએ જણાવ્યું હતું કે, આવતી કાલે શું કામ કરવાનું છે એનો આજે પ્લાનિંગ કરી લેવો જોઈએ જેથી સચોટ પરિણામ મળી શકે. જયારે ધનુર વિદ્યા શીખતી વખતે ઘણા વિદ્યાર્થીઓ ત્યાં મોજુદ હતા પણ તેમાંથી ફક્ત અર્જુન એક જ એવા હતા જેને પક્ષીની આંખ દેખાઈ હતી જયારે કોઈને આખુ વળક્ષ દેખાયું તો કોઈને આજુબાજુનું પણ દેખાયું હતું.
ગુરુકુળ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ કેતનભાઈ મોનાણીએ હસમુખભાઈ જોબનપુત્રનો પરિચય આપ્યો હતો. મુંબઈના સી.એ. હસમુખભાઈ જોબનપુત્રાએ તેમના વ્યાખ્યાનમાં જણાવ્યું હતું કે શ્રી કળષ્ણએ ફક્ત પૂજવા માટે નહિ સમજવા જેવું પણ વ્યક્તિત્વ છે તેમના બાળપણથી લઇ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ વખતે પણ તેમણે જે ભૂમિકા ભજવી છે તે દરેકે દરેક પ્રસંગમાં કંઈક અનોખું શીખવા મળે છે. આ ઉપરાંત શ્રી કળષ્ણના જીવનના અમૂલ્ય સિદ્ધાંતો જીવનમાં કઈ રીતે કામ કરે છે અને તે સિદ્ધાંતોનું શું મહત્વ છે તેના વિષે પણ વિસ્તળત સમજૂતી ઉદાહરણો સાથે આપી હતી, રઘુવીર સેના પ્રમુખ વિજયભાઈ ઉનડકટ એ જણાવેલ કે શ્રી જોબનપુત્રા મારા મોટાભાઈ તથન મિત્ર હોવાના નાતે કોઈ જ ચાર્જ કે હોટેલમાં રહેવાનું પોતે કસુજ સ્વીકારેલ નથી.
સ્વામિનારાયણ હાઈસ્કૂલના આયોજક સંસ્થાઓના અગ્રણીઓ તથા ડિસ્ટ્રિક ચેમ્બરના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ગાજરા, ભરતભાઈ રાજાની,ઉપપ્રમુખ મુકેશભાઈ ઠક્કર, ટી. કે.કરિયા, સેક્રેટરી જયેશભાઈ પત્તાની દ્વારા હસમુખભાઈ જોબનપુત્રા અને ઉષાબેન દેકીવાડિયાનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના ઉપપ્રમુખ મુકેશભાઈ ઠક્કર દ્વારા આભાર વિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં ડો. સુરેશભાઈ ગાંધી, ડિસ્ટ્રિક ચમ્બેરના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ગાજરા, ભરતભાઈ રાજાની, સેક્રેટરી જયેશભાઇ પત્તાણી, ઉપપ્રમુખ ટી.કે.કારિયા, મુકેશભાઈ ઠક્કર,સુરેશભાઈ રાયઠઠ્ઠા, પોરબંદરના પૂર્વ ડિસ્ટ્રિક જજ શ્રી મોગલ, હરેશભાઈ કરિયા, ઓરિયેન્ટ એબ્રેસિવન દેવરાજ ચરણ, શ્રી વ્યાસ , શ્રી સામાણી , લાખણસીભાઇ ગોરાણીયા, ધવલભાઈ રાયચુરા, કમલેશભાઈ ખોખરી,ઙ્ઘવીણભાઈ પરબારી ,કમલેશભાઈ કોટેચા બલરાજભાઈ પાડેલીયા, દુર્ગાબેન લાડીવાળા સહિતના મોટી સંખ્યામાં શહેરીજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનું સંચાલન યુવા ચેમ્બરના સેક્રેટરી હાર્દિકભાઈ મોનાણીએ કર્યું હતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ડીસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વ પ્રમુખો પાડુભાઈ રાયચુરા, દિલીપભાઈ ગાજર, ભરતભાઈ રાજાની યુવા ચેમ્બર, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના હોદ્દેદારો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
(2:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
