તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
રોઝડુ તગડયું એ બાજુની વાડીમાં ઘુસી જતાં ડખ્ખોઃ દિનેશ અને પિતા હસુભાઇ પર હુમલો
ચોટીલાના ભીમગઢનો બનાવઃ શેઢા પડોશી દેવરાજ, કાળુ, કુકા સહિતે હોકીથી બંનેને ફટકારતાં રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૧: ચોટીલાના ભીમગઢ ગામે રહેતાં પિતા-પુત્ર પોતાની વાડીએ હતાં ત્યારે શેઢા પડોશીએ હુમલો કરી બંનેને હોકીથી ફટકારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. યુવાને પોતાની વાડીમાં આવી ગયેલા રોઝડાને તગડતાં તે બાજુની વાડીમાં ઘુસી જતાં આ ડખ્ખો થયો હતો.
જાણવા મળ્યા મુજબ ભીમગઢ ગામે રહેતાં દિનેશ હસુભાઇ બાવરીયા (ઉ.વ.૨૮) અને તેના પિતા હસુભાઇ ચોથાભાઇ બાવરીયા (ઉ.વ.૪૦) રાતે દસેક વાગ્યે પોતાની વાડીએ હતાં ત્યારે બાજુમાં જ વાડી ધરાવતાં દેરાવજ જેસા, કાળુ દેવરાજ, કુકા દેવરાજ સહિતે મળી ઝઘડો કરી હોકીથી બંને પિતા-પુત્રને માર મારતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અશ્વિનભાઇ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, ભાવેશભાઇએ ચોટીલા પોલીસને જાણ કરી હતી.
હસુભાઇના કહેવા મુજબ રાતે અમારી વાડીમાં રોઝડુ આવી ગયું હોઇ તેને મારા દિકરા દિનેશ તગડતાં તે બાજુની વાડીમાં ઘુસી જતાં આ બાબતે દેવરાજ સહિતે ડખ્ખો કરી હુમલો કર્યો હતો.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
