તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પોરબંદરમાં રાજય સરકારના માહિતી ખાતામાં મદદનીશની જગ્યા લાંબા સમયથી ખાલી
પ્રવાસીઓને પુરતી માહિતી મળી શકતી નથીઃ અન્ય સ્ટાફની ઘટઃ પ્રેસ કોન્ફરન્સમાં સીનીયરોથી કામ ચાલેઃ મોટા આયોજન વખતે અન્ય શહેરમાંથી અધિકારી આવે અને કાર્યક્રમ પુરતા રોકાઇને ચાલ્યા જાય છે

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૧૧: રાજય સરકારના માહિતી ખાતામાં મદદનીશ અધિકારીની લાંબા સમયથી ખાલી જગ્યા છે. જેના કારણે દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ જરૂરી માહિતી અને માર્ગદર્શન મળી શકતા નથી.
માહિતી કચેરીમાં મદદનીશ ઉપરાંત અન્ય સ્ટાફની ઘટ છે. અત્યાર સુધી પટ્ટાવાળાને કોન્ટ્રાક બેઝ ઉપર રાખવામાં આવતા હતા, હાલ તે નિમણુંક બંધ થઇ ગઇ છે. શહેરમાં સરકારના કાર્યક્રમોની પ્રેસ કોન્ફરન્સ હોય ત્યારે સીનીયરો દ્વારા કામ ચલાવી લેવાય છે. રાજય કે કેન્દ્ર સરકારના મોટા આયોજન હોય ત્યારે કાર્યક્રમ પુરતા અન્ય શહેરોમાંથી અધિકારીઓ આવે અને કાર્યક્રમ પુર્ણ થતાં ચાલ્યા જાય છે. માહિતી કચેરીમાં અગાઉ મદદનીશ તરીકે ભાસ્કરભાઇ અંતાણી હતાં તેની બદલી થઇ ગયા બાદ અત્યાર સુધી મદદનીશની નિમણુંક કરાઇ નથી. ભાસ્કરભાઇ અંતાણીના સમયમાં તેમના દ્વારા એકત્રીત ‘‘પુરાણત પ્રસિધ્ધ પોરબંદર'' પુસ્તક પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જીલ્લાની ઐતહાસિક-સાંસ્કૃતિક માહિતી અપાઇ હતી. મદદનીશ તરીકે ભાસ્કરભાઇએ તે સમયે પોરબંદરમાં માહિતી ખાતાનું અલગ બિલ્ડીંગ બનાવવા સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. ત્યાર પછી નવા બિલ્ડીંગ માટે જમીન ફાળવણી કરાઇ હતી અને ચર્ચા છે કે રાજકીય રમત બાદ શહેરમાં માહિતી ખાતાનું નવું અલગ બિલ્ડીંગ આકાર થઇ શકયું નહીં.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
