તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી ગાયબઃ વહેલી સવારે ધુમ્મસ છવાયુ
લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડી જતા ઠંડીમાં રાહત થઇ

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડી આજે ગાયબ થઇ ગઇ છે. અને લઘુતમ તાપમાનનો પારો સડસડાટ ઉંચે ચડતા લોકોને હાશકારો થયો છે.
આજે ગિરનાર પર્વત ઉપર ૧૧.૮ ડીગ્રી, જામનગર ૧૩.પ, રાજકોટમાં ૧૬.૪ ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાયું છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : તાપમાનમાં બીજા દિવસે પણ વધારો થતાં ગિરનાર પર ઠંડી ઘટીને ૧૧.૮ ડિગ્રી નોંધાઈ હતી.
જુનાગઢ સહિત સોરઠમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ગઈકાલે આકાશમાં વાદળો છવાઈ ગયા બાદ આજે સવારે ગઈકાલની સરખામણીએ જૂનાગઢના ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૧.૮ ડિગ્રીએ સ્થિર થયો હતો. જેના પરિણામે પ્રવાસીઓને ઠંડીથી આંશિક રાહત મળી હતી.
ગિરનાર પર્વતની માફક આજે સવારે જુનાગઢનું લઘુત્તમ તાપમાન વધીને ૧૬.૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ઠંડી ઘટવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઘટીને ૭૭ ટકા રહ્યું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૫ કિલોમીટરની રહી હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૧૩.પ, મહત્તમ તાપમાન ર૭.પ, ભેજનું પ્રમાણ ૮૩ ટકા, પવનની ગતિ ૩.૪ કિ. મી. રહી હતી. (પ-૧૯)
આટકોટ સહિત વિસ્તારોમાં ધુમ્મસ ભર્યું વાતાવરણ :.. જસદણ પંથકમાં ધુમ્મસ છવાયું આટકોટ જંગવડ પાંચવડા ખારચીયા સહિત વિસ્તારોમાં ધુમ્મસ છવાયું હાઈવે પર વાહનો લાઈટો ચાલુ રાખી વાહન ચલાવવું પડ્યું ધુમ્મસ ભર્યું વાતાવરણ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું ધુમ્મસ થી જીરાના પાકને નુકસાનની શકયતા ખેડુતો જણાવ્યું હતું કે ધુમ્મસ થી જીરાના પાકને નુકસાની થશે વાતાવરણમાં પલટો આવતાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. (તસ્વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
