તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પિતા-પુત્રએ વધુ ૪પ ગાયોની કત્લ કર્યાનું ખુલ્યું
માળીયા મિંયાણાના ચીખલીયા ગામના પિતા-પુત્ર સામે વધુ એક ગુન્હો નોંધાયોઃ હળવદના નવા અમરાપરના મેહુલભાઇએ પોલીસમાં ફરિયાદ કરી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૧: ેમાળિયાના ચીખલી ગામના બે શખ્સોએ ખાખરેચી ગામના માલધારીની ગાયો કતલ માટે વેચી દીધી હોવાનો ખુલાસો પોલીસની તપાસ દરમિયાન થયો હતો તો જે મામલે વધુ તપાસ કરતા હળવદ તાલુકાના બે માલધારીની મળીને ૪૫ જેટલી ગયોને વેચીને કપાવી નાખી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં નોંધાવી છે
હળવદના નવા અમરાપર મેહુલભાઈ અરજણભાઈ ગોલતર એ હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મુસ્તાક અમીન લધાણી અને અમીન કરીમ લધાણી રહે-ચીખલી તા.માળિયા (મી) વાળા ઢોર - ગાયો ચ્રાવવાનો ધંધો કરતા હોય જેથી મેહુલભાઈ ગોલતરે તેમની માલિકીની ગાયો જીવ નંગ ૨૫ તથા સાહેદ જીવણભાઈ ખેતાભાઈ એ તેમની માલિકીની ગાયો જીવ ૨૦ ની આરોપી મુસ્તાક અને અમીનને રખેવાળ તરીકે ચરાવવા લઇ ગયેલ હોય જે પૈકી મેહુલભાઈની ગાયો જીવ ૨૫ કીમત રૂ.૨,૫૦,૦૦૦ તથા સાહેદ જીવણભાઈની ગાયો ૨૦ કીમત રૂ.૨,૦૦,૦૦૦ એમ કુલ ગાયો ૪૫ કીમત રૂ.૪,૫૦,૦૦૦ ના મુદામાલની ગાયો જીવ ૪૫ પરત નહિ આપી ક્રુરતાપૂર્વક કાપી કપાવી નાખેલ હોય આમ મેહુલભાઈ એ પોતાની માલિકીની ગાયો બંને આરોપીઓને એજન્ટ/નોકર તરીકે રાખી સોપેલ હોય જેથી મેહુલભાઈ તથા સાહેદ સાથે વિશ્વાસધાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ધી ગુજરાત ઙ્કાણી સરક્ષણ અધિનિયમ અને ધી પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ સહિતની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
