તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
પાટીદાર યુવતીને ન્યાય અપાવવા અમરેલી અડધો દિવસ બંધ:વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ રાખી સમર્થન આપ્યું
ન્યાય આંદોલન સમિતીએ અમરેલીના વેપારીઓને સ્વેચ્છીક રીતે દીકરી ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં અડધો દિવસ બંધ પાળવાની વિનંતી કરી હતી

અમરેલીમાં લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણા યોજવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર છે. પરેશ ધાનાણીએ શનિવારે અડધો દિવસ અમરેલીના વેપારીઓને પાટીદાર યુવતિને ન્યાય અપાવવા માટે બજાર અડધો દિવસ બંધ રાખવાની જાહેરાત કરી હતી. વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ રાખી સમર્થન આપ્યું છે
ન્યાય આંદોલન સમિતીએ અમરેલીના વેપારીઓને સ્વેચ્છીક રીતે દીકરી ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં અડધો દિવસ બંધ પાળવાની વિનંતી કરી હતી. અમરેલીના વેપારીઓ શનિવાર બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે તેવી વિનંતી કરવામાં આવી હતી. વેપારીઓએ સ્વયંભુ બજાર બંધ રાખીને પોતાનું સમર્થન આપ્યું છે.
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી.
અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના લેટરપેડ પર ભાજપના ધારાસબ્ય ઉપર હપ્તાખોરી સહિતના ગંભીર આક્ષોપે કરતા પત્ર બનાવટી હોવા અંગેની પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અન્વયે પુરાવા વગર અપરિણીત પાટીદાર યુવતીની રાત્રે 12 વાગ્યે ધરપકડ કરીને તેનું સરઘસ કાઢવા અને પટ્ટાથી માર મારવાના ચકચારી બનાવમાં એક તરફ ભાજપના મોવડીઓએ અને સરકારે મૌન સેવ્યું છે. કોઇ પગલા લીધા નથી કે નિવેદન જારી કર્યું નથી
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
