તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
આવતી કાલથી ક્રમશઃ ઠંડી વધવા માંડશે
રાજસ્થાન સહિત ઉત્તરના રાજયોમાં વરસાદ પડયો હોઇ, ઉત્તરના પવનો વધુ ઠંડા અનુભવાશે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા .૧૧: આ વેળાનું વેસ્ટર્ન ડિસ્ટર્બડસ એટલુ મજબુત નહોતુ પણ રાજસ્થાન સ્થિત સર્જાયેલ સાયકલોનિક સકર્યુલેશન ને કારણે રાજસ્થાનના અમુક ભાગો, પંજાબ-દિલ્હી વગેરે સ્થાનોમાં કમોસમી વરસાદ વરસ્યો હોઇ, ડબલ્યુ ડી પૂર્વોતર રાજયો તરફ સરકી ગયે ગુજરાત પર ફરી ઉત્તરના પવનો વહેતા શરૂ થશે. જે વરસાદથી ટાઢાબોળ થઇ ચુકેલા રાજયો પરથી પસાર થઇ ગુજરાતમાં આવશે. એ કારણે ઠંડી વધુ અનુભવાય એ શકય બની શકે છે. ગુજરાતમાં મકરસંક્રત આસપાસ વરસાદ વરસેએ અત્યારે નિશ્ચિત કહી શકાય નહીં. સ્કાયમેટના વીપી મહેશ પલાવત જણાવે છે કે, આગામી ૧ર-૧૩ જાન્યુઆરી અર્થાત રવી-સોમથી ઉત્તરના પવનો ફરી વહેતા થવાને પગલે ક્રમશઃ ઠંડીમાં રવિ-સોમ થી વધારો થવા પામશે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
