તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
શિક્ષણ મંત્રી પ્રો .ડો .કુબેરભાઈ ડીંડોરની જાહેરાત : બોર્ડની પરીક્ષાનું મહેનતાણુ શિક્ષકોને એડવાન્સમાં ખાતામાં જમા થશે
આ નિર્ણયને જૂનાગઢનાબોર્ડ સભ્ય નિલેશભાઈ સોનારાએ સહર્ષ વધાવ્યો : મહામૂલા નિર્ણયથી શિક્ષણ જગતમાં ખુશીના વાદળો છવાયા

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૧ : શિક્ષણ મંત્રી પ્રો .ડો .કુબેરભાઈ ડીંડોરે જાહેરાત કરી છે કે બોર્ડની પરીક્ષાનું મહેનતાણુ શિક્ષકોને એડવાન્સમાં ખાતામાં જમા થશે.
આ નિર્ણયને જૂનાગઢનાબોર્ડ સભ્ય નિલેશભાઈ સોનારાએ સહર્ષ વધાવ્યો હતો.હરહંમેશ શિક્ષકોની ચિંતા કરનારા આપના યશસ્વી શિક્ષણ મંત્રી પો .ડો કુબેર ભાઈ ડિંડોરે તારીખ:-૧૦-૦૧-૨૦૨૫ ના રોજ અંબાજી ખાતે યોજાયેલ આચાર્ય સંધના અધિવેશનમાં જાહેરાત કરેલ. આ મહત્વના નિર્ણય બાબત રાજ્યના શિક્ષકોમાં ખુશીની લહેર છવાયેલ છે.
સરકારશ્રીના આ મહામૂલા નિર્ણયથી શિક્ષણ જગતમાં ખુશીના વાદળો છવાયા હતા.તથા ઢેર ઢેર અભિનંદનની વર્ષા થયેલ છે. સાથે તા.01/04/2005 પહેલા જાહેરાત આવી હોય અને ટેકનિકલ કારણોસર ઇન્ટરવ્યૂ બાકી હોય તેવા ગ્રાન્ટેડ શાળાના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની જાહેરાત તેમજ ૨૦૦૫ પછીનાને પણ પેન્શન મળી જશે તેવુ શિક્ષણ મંત્રીની હૈયા ધારણા મળતા શિક્ષકો માટે આજનો દિવસ જાણે સોનાનો સૂરજ ઉગેલ સમાન ઉડતી આનંદની લહેરથી શિક્ષણ જગતમાં આનંદ છવાયો છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
