તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
'નારી સ્વાભિમાન આંદોલન'ના અંતગર્ત 48 કલાકથી ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું
ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણીએ કહ્યું-'મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીંયા આવ્યા હતા ડોકટરોની ટીમ પણ હતી હાલ ધરણાં પુરા કરવાનો નિર્ણય લીધો છે

અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે 'નારી સ્વાભિમાન આંદોલન'ના અંતગર્ત 48 કલાકથી ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે ધરણાં પૂર્ણ કર્યા હતા. ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે 'મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીંયા આવ્યા હતા ડોકટરોની ટીમ પણ હતી હાલ ધરણાં પુરા કરવાનો નિર્ણય લીધો છે .'
આ ધરણાં પુરા થયા છે અને ન્યાયની લડાઈની શરૂઆત થઈ છે. અફસોસ છે કે હાલ પરિણામ મળ્યું નથી. હું મુખ્યમંત્રીને હૃદય પૂર્વક અપીલ કરું છું કે જવાબદારો સામે સરકાર પગલાં ભરે. અમરેલી શહેરના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે નારી સુરક્ષાને સમર્થન આપ્યું છે. કાયદાના જાણકારો ઇરાદા પૂર્વક કરે તેની સામે લડાઇ હતી. 48 કલાકની આ જ્યોતને અમે આગળ વધારીશું. આ ન્યાયની લડાઇમાં સામાજિક અને રાજકીય લોકો જોડાય અને સહકાર આપે.'
પરેશ ધાનાણીએ આ આંદોલને આગળ ધપાવતાં કહ્યું હતું કે, સોમવારે સુરતમાં ધરણાં કરી નારીશક્તિની લડાઈને અમે આગળ વધારીશું. તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી નહી કરે, ત્યાં સુધી 'નારી શક્તિ આંદોલન સમિતિ' આંદોલન કરવાનો સંકલ્પ કરે છે. હું આ ન્યાયની લડતમાં જોડાવવા ગુજરાતને અપીલ કરું છું.
સતત 48 કલાકથી દિકરી પાયલને ન્યાય અપાવવા માટે ઉપવાસ પર બેઠેલા પરેશ ધાનાણીએ આજે આંદોલન પૂર્ણ કર્યું હતું. ત્યારે આજે પરેશ ધાનાણીએ અમરેલીના લોકોને દુકાનો સ્વૈચ્છિક દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. અમરેલી શહેરમાં સવારે 8:00 વાગ્યાથી બંધને પ્રતિસાદ મળી રહ્યો છે. અમુક વિસ્તારોમાં દુકાનો બંધ છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનો ખુલ્લી જોવા મળી રહી છે. આ દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
