<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

જામનગરમાં બ્રાસપાર્ટની રકમ ન ચુકવીને ૨ જગ્‍યાએ ૨૦.૭૬ લાખ અને ૭૪.૫૪ લાખની છેતરપીંડી

જુદી-જુદી ૨ ફરીયાદ કર્યા બાદ પોલીસ તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧ : પંચ ઁબીઁ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ખુશાલસિંહ રઘુજી ધરમસીંગ, ઉ.વ.૪૦, રે. શેરી નં.રર/૧૩/૧બી વીંગ ફલેટ નં.૪૦૧, સોનાય પેરેડાઈસ, પીમ્‍પલે નિલખ, આર્મી એકડમીની પાસે, ઓન્‍ઢ કેમ્‍પ, પુણે શહેર, રાજય મહારાષ્ટ્રવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦-૯-ર૦ર૪ થી આજદિન સુધી ફરીયાદી ખુશાલસિંહ પ્‍લોટ ભાડે રાખી બ્રાસ સ્‍ક્રેપનો વેપાર/ધંધો કરતા હોય તે દરમ્‍યાન આરોપી સાગરભાઈ કારૂભાઈ નંદાણીયાએ પોતાનું નામ મનીષ જૈન તરીકેનું ખોટુ નામ ધારણ કરી મોદી મેટલ્‍સ નામ નામની પેઢીનો જી.એસ.ટી.નંબર મેળવી ફરીયાદી ખુશાલસિંહ પાસેથી પિતળનો સ્‍ક્રેપનો માલ ૩પર૬.૪૦૦ કિ.ગ્રા. જેનો કુલ રૂ.ર૦,૭૬,પપ૮/- (વિશ લાખ છોતેર હજાર પાંચસો અઠાવન)નો લઈ જઈ તેના રૂપિયા આજદીન સુધી ફરીયાદી ખુશાલસિંહને ના ચુકવી તેની સાથે વિશ્વાસઘાત છેતરપીંડી આચરી ગુનો કરેલ છે.

પંચ ઁબીઁ પોલીસ સ્‍ટેશનમાં હિરેનભાઈ મનસુખભાઈ કપુરીયા, ઉ.વ.૩ર, રે. ન્‍યુ આર્શીવાદ એવન્‍યુ શેરી નં.૧, રણજીતસાગર રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, જાન્‍યુઆરી ર૦ર૩ થી આજદિન સુધી આરોપી મયુરભાઈ હરીશભાઈ દુધૈયા, રે. આલોક પુષ્‍પક ઘોડાસર કેનાલ રોડ, અમદાવાદ વાળા એ પોતાની પેઢીના નામે ફરીયાદી હિરેનભાઈની પેઢીમાંથી તથા સાહેદની પેઢીમાંથી બ્રાસપાર્ટની ચીજવસ્‍તુ માલની ખરીદી કરી અને ફરીયાદી હિરેનભાઈની પેઢીની તથા સાહેદની પેઢીની બાકી રહેતી બીલની રકમ રૂ.૭૪,પ૪,૪૪૪/- ફરીયાદી હિરેનભાઈની  પેઢીને તથા સાહેદોની પેઢીને નહી ચુકવી વિશ્વાસઘાત કરી ગુનો કરેલ છે.

સગીરાનું અપહરણ કર્યાની રાવ

જામનગર :કાલાવડ ટાઉન પોલીસ સ્‍ટેશનમાં ફરીયાદ નોધાઈ છે કે, તા.ર૦-૧ર-ર૦ર૪ના ફરીયાદીની સગીરવયની દિકરી ને આરોપી ધનાભાઈ રાજવીરભાઈ માલાણી રે. બાલભંડી ડેમ પાસે, નેસડામાં તા.કાલાવડવાળો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી પોતાની સાથે લઈ જઈ અપહરણ કરી ગુનો કરેલ છે.

બાકી રહેતા પેમેન્‍ટ માટે જાનથી મારી નાખવાની ધમકી

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સાગરભાઈ કારૂભાઈ નંદાણીયા, ઉ.વ.૩૦, રે. ૮૦ ફુટ રોડ, વળધ્‍ધાઆશ્રમ સામે, મેહુલનગર, આશીષ એવેન્‍યુ-૧૦ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે , ફરીયાદી સાગરભાઈને આજથી બે ત્રણ માસ અગાઉ રાત્રીના સાડા નવ વાગ્‍યાના અરશામાં આરોપી ખુશાલસીંગ રાજપુત, રે. રાજસ્‍થાનવાળા એ વોટસએપમાં વીડીયો કોલ કરી બ્રાસના જે રૂપિયા બાકી છે તેનુ પેમેન્‍ટ કરાવી દો તેમ કહી આરોપી ખુશાલસીંગ એ ફરીયાદી સાગરભાઈને જણાવેલ કે તારે રૂપિયા તો આપવા જ પડશે અને જણાવેલ કે મે આપકો ઘર સે ઉઠા લુંગા તેમ કહી ફરીયાદી સાગરભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

દારૂ  સાથે ઝડપાયો

જામનગર : પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. રાજદીપસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧-ર૦રપના જામનગર-રાજકોટ બાયપાસ મોખાણા ગામના પાટીયા પાસે આરોપી કિશનસિંહ અનોપસિંહ જાડેજા એ પોતાના કબ્‍જામાં ગેરકાદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-ર, કિંમત રૂ.૧૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

છત પરથી પડી જતા યુવાનનું મોત

જામનગર : ઉતરપ્રદેશ રાજયના ફરીદામામદ જિલ્લાના ફરીદા પાર્ક તાલુકાના એમમાદપુર ગામે સેકટર-૩૦માં રહેતા દિનદયાળ સિયારામ નિશાદ, ઉ.વ.૪ર એ સીટી ઁસીઁ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૧૩-૧૦-ર૦ર૪ના જગનારાપણ સીયારામ નિશાદ, ઉ.વ.૩૦, રે. યાદવનગર, કિસ્‍મત ચોક, જામનગરવાળા અગમ્‍ય કારણોસર છત પરથી પડતા તા.૧૦-૧-ર૦રપના મરણ થયેલ છે.

લાકડાના ધોકા વડે મારા માર્યો

જામનગર : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાંવેજાણંદભાઈ ઉર્ફે હરદાસભાઈ કાનાભાઈ કંડોરીયા, ઉ.વ.૬૦, રે. ખોડીયાર કોલોની, ન્‍યુ આરામ કોલોની શેરી નં.ર, વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૦-૧-ર૦રપના ફરીયાદી વેજાણંદભાઈ પોતાના ઘરે હાજર હોય ત્‍યારે ઘરની બહાર કોઈ અજાણ્‍યા ઈસમે આવાજ આપતા ફરીયાદી વેજાણંદભાઈ તેના ઘરની બહાર જતા ત્‍યારે આરોપી પરબતભાઈ કાનાભાઈ ગોજીયા, એક સફેદ કલરના શર્ટ વાળો ઈસમ તથા એક કાળા કલરનું શર્ટવાળો ઈસમ લાકડાના ધોકાઓ વડે ફરીયાદી વેજાણંદભાઈને ડાબા હાથે તથા વાસાના ભાગે મારમારી તથા આરોપી પરબતભાઈએ ફરીયાદી વેજાણંદભાઈને ભુંડીગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી ઓટો રીક્ષા ચાલકની રીક્ષામાં નાશી જઈ એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(1:31 PM IST)