તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
મહેશગીરીના કારણે ભુતનાથ મહાદેવ મંદીર-રાણેશ્વર મહાદેવ મંદીર ટ્રસ્ટનો વહીવટ સરકાર હસ્તક લેવા ગિરીશભાઇ કોટેચાની માંગ
જીલ્લા કલેકટરને પત્ર પાઠવીને તાકીદે યોગ્ય કરવા રજુઆત

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૧: જુનાગઢના ગિરીશભાઇ મગનલાલ કોટેચાએ જીલ્લા કલેકટરશ્રીને પત્ર પાઠવીને શ્રી ભુતનાથ મહાદેવની જગ્યા ટ્રસ્ટ તથા શ્રી રાણેશ્વર મહાદેવ મંદીર-રાણપુર ટ્રસ્ટ સંબંધેના વિવાદો ચરમસીમાએ હોવાથી અને સતત ગેરવહીવટ થતો હોવાથી ટ્રસ્ટોનો વહીવટ સરકાર હસ્તક લેવા માંગ કરી છે.
ગિંરીશભાઇ કોટેચાએ વધુમાં જણાવ્યું છે કે, ભુતનાથ મહાદેવની જગ્યા ટ્રસ્ટ નં. એ/૩૯૨ જુનાગઢ, તથા ટ્રસ્ટ નં. એ/૧૧૨૪ રાણેશ્વર મહાદેવ મંદિર-રાણપુર, જુનાગઢ ટ્રસ્ટોનો વહીવટ સંપુર્ણ ગેરકાયદેસર રીતે અને જોહુકમીથી મહેશગીરીએ હસ્તગત કરેલ છે. મહેશગીરીએ અંબાજી મંદીર, ભવનાથ મંદીર તેમજ ગુરુદતાત્રેય ટ્રસ્ટો સંબંધે પણ વાદ-વિવાદ ઉપસ્થીત કરેલ હોય અને ગેરરીતીઓ આચરવામાં આવતી હોય સદર ટ્રસ્ટોનો વહીવટ શ્રીસરકાર હસ્તક લેવામાં આવેલ છે અને મામલતદારશ્રી ને સદર ટ્રસ્ટોના વહીવટ માટે નિયુકત કરવામાં આવેલ છે. ભવનાથ, અંબાજી, તેમજ ગુરૂ દતાત્રેય ટ્રસ્ટોના વિવાદ અનુસંધાને સરકારે ત્વરીત પગલા લઈ વહીવટ હસ્તગત લીધેલ છે તે બાબતે નો નિર્ણય સમગ્ર ગીરનાર પંથક તેમજ ગુજરાત અને ભારતની જાહેર જનતાએ સંહર્ષ સ્વિકાર કરેલ છે. સરકારશ્રીએ જાહેર હીત ધ્યાને લઈ ઉતમ અભીગમ અપનાવી ત્વરીત નિર્ણય જાહેર કરી આવકાર્ય કાર્યવાહી કરેલ છે તે કરાણે સદર ટ્રસ્ટો સંબંધે વિવાદ ઘણા અંશે ધરબાય ગયેલ છે એટલે કે શુષુપ્ત બની ગયેલ છે.
જુનાગઢમાં આવેલ ભુતનાથ મંદીર અને રાણપુરમાં આવેલ રાણેશ્વર મંદિર વિગેરે ટ્રસ્ટો પણ ચેરીટી કમીશ્નર કચેરીમાં નોંધાયેલ છે. સદર ટ્રસ્ટો મહેશગીરીએ તેના સાગરીતોની મદદગારીથી હસ્તગત કરેલ છે અને સદર ટ્રસ્ટોના ખરા ઉતરાધીકારી, મહંતશ્રીઓને ટ્રસ્ટનો વહીવટ કરવા દેવામાં આવતો નથી અને સામ-દામ-દંડની નીતી અખત્યાર કરવામાં આવેલ છે અને અનેક ગેરરીતીઓ મહેશગીરી અને તેના સાગરીતોએ આચરેલ છે તે સંબંધે રોજે રોજ શોસીયલ મીડીયા અને સમાચાર પત્રોમાં સમાચાર પ્રસિદ્ધ થાય છે.
મહેશગીરી દ્વારા જાહેર શાંતી અને સુખાકારી ડહોળાય તેવો વાણી વિલાસ થઈ રહેલ છે અને બની બેઠેલા ટ્રસ્ટી મહેશગીરી એ ભુતનાથ મહાદેવ મંદીરની મીલકતો પૈકી હાડકેશ હોસ્પીટલના ભાડુતી કબજાવાળી મિલકત ગુજરાત સરકાર તેમજ ચેરીટી કમીશ્નરની પુર્વ પરવાનગી મેળવવાની કોઈપણ પ્રકારની કાનુની કાર્યવાહી કર્યા વગર ટ્રસ્ટ મિલકત વેચાણ કરવા અંગે સોદો કરી રૂા.૨૧,૦૦,૦૦૦/- લાખની માતબર રકમ અનીધીકળત અને ગેરકાયદેસર રીતે વસુલ મેળવેલ છે.
મહેશગીરી તેમજ તેને સાથ આપનાર ટોળીના સભ્યો દ્વારા કરવામાં આવતુ સદર કળત્ય કાયદા વિરૂદ્ધનું ગુન્હાહિત અપકળત્ય છે. ભુતનાથ મહાદેવ મંદિરનાં અવસાન પામેલ મહંત શ્રી વસંતગીરીજીના અવસાન બાદ શ્રી શીવગીરી બાપુની ઉતરાધીકારી ચેલા તરીકે ચાદરવીધી પણ થઈ ગયેલ છે. વસંતગીરી બાપુને વફાદાર ટ્રસ્ટીઓની સાથે મહેશગીરીએ દાવપેચ રમી જોહુકમી થી કાયદો હાથમાં લઈ લાયક અને કાયદેસરના આસામીઓને ટ્રસ્ટ બહાર ગુન્હાહીત પ્રવળતિ કરી કાઢી મુકેલ છે.
ભુતનાથ મંદિરના મહંતશ્રી જેઓ અવસાન પામેલ છે તેઓએ તેમની હૈયાતીમાં વિલ કરેલ છે અને શ્રી શીવગીરીને ઉતરાધીકારી તરીકે નિયુકત કરેલ છે. તેની ઉપર અનેક દબાણ ઉભા કરી ધાક ધમકી આપી અને મહાદેવ મંદિરના ટ્રસ્ટ માંથી બહાર કાઢી મુકવાનુ ગુન્હાહીત કળત્ય આચરેલ છે અને જીવન થી હાથ ધોવા પડે એટલે કે મળત્યુ પમાડવાનો ભય ઉપસ્થિત કરી મહેશગીરીએ ટ્રસ્ટો હસ્તગત કરી હુકમો મેળવેલ છે.
મહેશગીરી તમામ પ્રવળતિ અનેક વિવાદોમાં છે, સને-૨૦૦૩ પહેલા અને તે બાદ સંસારી બન્યા અને ફરીથી જુનાગઢ પરત આવ્યા ત્યાર સુધીનો અને તે બાદ હાલ છેલ્લા બે વર્ષ જેટલા સમયથી પરત જુનાગઢ આવી દાદાગીરી અને ગુંડાગીરીથી ટ્રસ્ટો હડપ કરે છે અને ખરા અને કાયદેસરના ઉતરાધીકારીઓને વંચીત રાખે છે અને મારી નાખવાની ધાક-ધમકીઓ આપે છે.
મહેશગીરીની ગેરવર્તણુક અને કાયદા વિરૂદ્ધની ગુન્હાહીત પ્રવળતી સંબંધે અનેક પુરાવા અને ફરીયાદો છે તેમજ વર્તમાનપત્રમાં અને સોશીયલ મીડીયામાં સતત તે સંબંધે સમાચારો પ્રસિદ્ધ થાય છે.
ભુતનાથ મંદીર તેમજ રાણેશ્વર મંદીરમાં થતો ગેરવહીવટ અટકાવવા સમગ્ર જાહેર જનતા પણ ઈચ્છે છે કે અગાઉ ત્રણ ટ્રસ્ટનો આપ સાહેબશ્રીએ વહીવટ હસ્તગત કરેલ છે તે રીતે મહેશગીરી ઉપરના તેમજ અન્ય જે કોઈ ટ્રસ્ટમાં હોય તે તમામ ટ્રસ્ટોનો વહીવટ શ્રી સરકાર હસ્તક લેવામાં આવે તે આવશ્યક અને જરૂરી છે. તેથી તુરંત આ સંબંધે ૨૪ થી ૪૮ કલાકમાં ઉપરનાં ટ્રસ્ટનો વહીવટ અતી ઝડપથી કાર્યવાહી કરી શ્રી સરકાર હસ્તક લેવા ગિરીશભાઇ કોટેચાએ માંગ કરી છે.
(1:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
