તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
મોરબીના નીચીમાંડલ ગામે કેનાલમાં ડૂબી જતા સગીર સુભાષનું મોત
મોરબી પાસે મકાનની છત ભરતી વખતે પડી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના નીંચી માંડલ ગામ પાસે કુદરતી હાજતે ગયેલ સગીર કેનાલમા઼ પડી જતા તેનું મૃત્યુ નીપજયુ હતું.

મોરબીના નીચી માંડલ ગામે રહેતો સુભાષ પ્રભુભાઇ નીનામા (ઉ.૧૫) નીંચી માંડલ પાસે શ્યામ કંપની પાસે કેનાલ પાસે કુદરતી હાજતે જતા પગ લપસી જતા કેનાલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
બીજા બનાવમાં મધ્યપ્રદેશના વતની પપ્યુ બહાદુરજી ભાઇ ભુરીયાકૈ.૩૧) એ ગત તાફ ૨૪-૧૨ ના રોજ મોરબીના ઉમિયાનગર સિરામિક સીટી પાછળ મકાનની છત ભરતી વખતે ઉંચાઇ એ થી પડી જતા ઇજા પહોંચતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદખસેડવામાં આવ્યો હોય જેમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસ નોંધ કરી વધુ તપાસ હાથધરી છે.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
