તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
મોરબીમાં પ્લાઇવુડના કારખાનામાં આગ ભભુકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૧૧: મોરબીના મુનનગર ચોક નજીક આવેલ પ્લાઈવુંડના કારખાનામાં મોડી રાત્રીના કોઈ કારણોસર આગ લાગી હોવાની ઘટના બનતા જ મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા જ ફાયરની ટીમે દોડી આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. મોરબીના મૂનનગર ચોક નજીક આવેલ પરમ પ્લાઇવૂડ નામના કારખાનામાં મોડી રાત્રીના અરસામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી તો આગે જોતામાં વિકરારરૂપ ધારણ કર્યું હતું અને બાજુના રહેણાંક વિસ્તારમાં પણ આગ પ્રસરે તેવી શકયતા હોવાથી સ્થાનિકો દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો અને મોરબી ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે દોડી આવીને આગ પર પાણીનો મારો કલાકો સુધી ચલાવ્યા બાદ આગને કાબુમાં લીધી હતી.આં ઘટનામાં કોઈ જાનહાની થઇ ના હોવાની પ્રાથમિક માહિતી મળી છે તેમજ આગ કયાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
