તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
માળીયા-મિંયાણામાં થયેલ ૧૩ ગૌ-હત્યા મામલે વિશ્વ હિન્દુ પરિષદ આકરા પાણીએ : કડક કાર્યવાહીની માંગ
હિન્દુ આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું, કતલખાનાઓ પણ બંધ કરાવવાની માંગણી : કાર્યવાહી નહિ થાય તો આક્રમક કાર્યક્રમ કરવાની ચીમકી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૧ : માળિયા મિયાણા પંથકમાં ૧૩ ગૌ-હત્યાના ઘેરા પડઘા પડી રહ્યા છે. ઠેર - ઠેર તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડકમાં કડક કાર્યવાહી સાથે જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હિન્દૂ આગેવાનોએ કલેકટર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા.
માળીયા મિયાણા તાલુકાના ચીખલી ગામે ગૌવંશની હત્યાઓ વિધર્મીઓ દ્વારા કરવામાં આવી છે. આ જઘન્ય કળત્યના અપરાધીઓ ઉપર આકરા પગલા લઈ સજા કરવામાં આવે. જે જગ્યાઓ ઉપર આ ઘટના બની છે. ત્યા વર્ષોથી આવી ઘટના તથા ગેરકાયદેસર પ્રવળતિઓ વારંવાર ઘટીત થાય છે. તો આવી ઘટનાઓની સમયાંતરે યોગ્ય તપાસ કરી યોગ્ય કરવામાં આવે.
ચીખલીમાં ૧૩ ગૌમાતાની કતલ કરવામાં આવી છે. તેમજ અન્ય ૧૦૦થી પણ વધુ ગૌવંશો મુળ માલીકોને પરત મળ્યા નથી. આ જોતા ગૌમાસ તસ્કરીનું કૌભાંડ ચાલુ હોય તેવું લાગી રહ્યું છે. અને મોટા પ્રમાણમાં ગૌ હત્યા કાંડ અને માંસની તસ્કરી થતી હોય તેવું વિદીત થાય છે. આ કૌભાંડ હિન્દુ સમાજની લાગણી દુભાવે છે. આ સંપુર્ણ કૌભાંડ સાથે જે પણ લોકો સામેલ છે. તેમના પર આકરા પગલા લેવામાં આવે.
મોરબી મહાનગરપાલિકા તથા મોરબી જીલ્લાના તાલુકાઓ તથા તેના ગામોમા મોટા પ્રમાણ કતલખાનાઓ ચાલુ છે. તેમાં મોટા પ્રમાણમાં જીવ હત્યા થતી હોય, આવા તમામ કતલખાના તથા હાટડાઓ અને રોડ ઉપર ફાટી નીકળેલી માંસ(મટન)ની દુકાનો તાત્કાલીક ધોરણે બંધ કરાવવામાં આવે. જો આ મામલે સમયસર કાર્યવાહી કરવામાં નહીં આવે તો, આવનારા સમયમાં સમગ હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર આક્રમક કાર્યક્રમો કરવામાં આવશે.
ગૌ સેવકોના જણાવ્યા મુજબ ૧૦૦ જેટલી ગાયો હજી ગુમ છે. ગૌ માંસ તસ્કરીનું આ મોટું કૌભાંડ છે. જે મામલે તપાસ કરવામાં આવે. વધુમાં મોરબી શહેરી વિસ્તારમાં જેટલા માંસ, મટન અને ઈંડાના હાટડા તેમજ કતલખાના છે તેને સદંતર બંધ કરવામાં આવે.
ખાખરેચીના નાંધાભાઈ લાખાભાઈ મેવાડાએ જણાવ્યું કે ગાયોની કતલ આજકાલની થતી નથી. ઘણા સમયથી થાય છે. કઈ સાબિતી ન મળવાથી માલધારીઓ કઈ કરી શકતા ન હતા. અમારી ગાયો ગુમ થઈ જે મેળવવા અમે ગયા ત્યારે અમને ધાક ધમકીઓ મળી હતી. ગૌ હત્યા કરનારાઓ સામે કડકમાં કડક દાખલારૂપ કાર્યવાહી થાય તેવી માંગ છે.
(1:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
