News of Saturday, 11th January 2025
પોલીસ ભરતીની દોડમાં નાપાસ થતાં જૂનાગઢના યુવકે નાસીપાસ થતા બાંટવા નજીક જંગલમાં જીવન ટૂંકાવ્યું
માણાવદરના દગડ ગામનો પરેશ કાનગડ 9 જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો :સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો : છેલ્લા આઠ વર્ષથી તૈયારી કરતો હતો

જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામના 29 વર્ષીય પરેશ કાનગડે શારીરિક કસોટીમાં નાપાસ થવાના કારણે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. યુવકના આપઘાતથી પરિવાર તેમજ ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો છે.
જૂનાગઢના માણાવદર તાલુકાના દગડ ગામનો રહેવાસી પરેશ કાનગડ 9 જાન્યુઆરીએ ભરતીની શારીરિક કસોટી આપવા જામનગર પહોંચ્યો હતો. ત્યાં સમયસર દોડ પૂરી ન કરી શકતા તે નાપાસ થયો હતો. છેલ્લાં 8 વર્ષથી પોલીસની પરીક્ષા આપી રહ્યો હતો અને બાદમાં નાપાસ થવાના કારણે તે નાસીપાસ થયો હતો. બાદમાં બાંટવા નજીક જંગલમાં જઈ ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યુ હતું.
મૃતક પરિવારજનોએ જણાવ્યું કે, ઘણાં કલાકો સુધી પરેશ ઘરે પરત નહતો ફર્યો. બાદમાં અમે તેને ફોન કર્યો પરંતુ ફોન પણ બંધ આવતા અમને ચિંતા થવા લાગી. બાદમાં પરેશના મિત્રો સાથે અમે તેની શોધખોળ હાથ ધરી હતી. બાદમાં આ મામલે પોલીસને જાણ કરી અને પોલીસ તપાસમાં તેના આપઘાતના સમાચાર સામે આવ્યા. હતા
પોલીસે યુવકના મૃતદેહને માણાવદર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
..
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
