તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
મોબાઈલ ગેમના વ્યસને વધુ એક ભોગલીધો :ભુજના કિશોરે મોબાઈલ ગેમમાં હાર્યા બાદ આત્મહત્યા કરી
ભુજના મોખાણા ગામમાં, કિશોરે ઝેરી દવા પીધી: હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ કિશોરનું મોત થયું

ભુજ : મોબાઈલ ગેમના વ્યસનનો વધુ એક ભોગ બન્યો છે. 17 વર્ષના કિશોરે મોબાઈલ ગેમમાં હાર્યા બાદ આત્મહત્યા કરી છે. ભુજના મોખાણા ગામમાં, કિશોરે ઝેરી દવા પીધી છે. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ કિશોરનું મોત થયું છે. કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમ મળી આવી છે. કિશોરે કઈ ગેમ હારી તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. કિશોરે આત્મહત્યા કર્યા બાદ નાના ગામમાં શોકનું વાતાવરણ છે.
મળતી માહિતી મુજબ, મોખાણામાં ઓનલાઈન ગેમમાં હાર્યા બાદ કાર્તિક કાનજીભાઈ મેરિયા (ઉંમર 17 વર્ષ) નામના કિશોરે આત્મહત્યા કરી હતી. કિશોર મોખાણામાં તેના ઘરે મોબાઈલ પર કોઈ ગેમ રમી રહ્યો હતો. જેમાં હાર્યા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો અને બાદમાં તેણે છેલ્લું પગલું ભરીને ઘાસ બાળવા માટે ઝેરી દવા પી લીધી હતી. આ ઘટનાની જાણ થતાં, તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
(7:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
