તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના કુડા ગામમાં પાણી વાળવા બાબતે બોલાચાલી થતા ખેતર માલિકે કરી હત્યા
ખેતરમાં પાણી વાળવા બાબતે ખેતરના માલિક અને મૃતક માવજીભાઈ સાથે બોલાચાલી થતા ખેતરના માલિકે મૃતક માવજીભાઈના પેટ પર લોખંડના ઘણથી હુમલો કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વાર હત્યાનો બનાવ બન્યો છે. હત્યાની આ ઘટના ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં બની છે, જેમાં ખેતર માલિકે વૃદ્ધ ભાગીયાને મોતને ઘાટ ઉતારી દીધો છે
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના કુડા ગામમાં વાડી વિસ્તારમાં માવજીભાઈ કાનાભાઈ કોપણીયા નામના વૃદ્ધ હત્યા કરાયેલી અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હતો. વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા DYSP, PI સહિત પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
મૃતક વૃદ્ધની હત્યા તેઓ જે ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતા હતા તેના માલિકે કરી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ખેતરમાં પાણી વાળવા બાબતે ખેતરના માલિક અને મૃતક માવજીભાઈ સાથે બોલાચાલી થઈ હતી, જેમાં ખેતરના માલિકે મૃતક માવજીભાઈના પેટ પર લોખંડના ઘણથી હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસ હાથ ધરી છે.
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
