<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

( પ્રવીણ વ્યાસ દ્વારા : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને મોરબી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મહારાણા સર્કલ નજીકથી રીતેશભાઈ નીતિનભાઈ ચૌહાણને વિદેશી દારૂની બોટલ નંગ ૧૨ કીમત રૂ.૮૩૫૨ ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:32 AM IST)