<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

આલેલે...! સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલમાંથી ધેટા બકરાની ચોરી ! ચકચાર.. કડકડતી ઠંડીનો લાભ લઈને લતિપુર ચોકડી પાસે ધેટા બકરાના વાડામાં તસ્કરો ત્રાટક્યા !

ધ્રોલના લતીપર રોડ પર આવેલ દેવીપૂજકવાસમા અજાણ્યા શખ્સો કડકડતી શિયાળાની ઠંડીનો લાભ લઈને રવિભાઈ વાઘેલાના વાડામાંથી ધેટા-બકરા નંગ ૯ જેની કિંમત ૭૦,૦૦૦  અને દિનેશભાઈ જગુભાઈ વાઘેલાનો એક બોકડો કિંમત રૂપિયા ૮૦૦૦,  મશરૂભાઈ રાતડીયાની બકરી ચાર નંગ જેની કિંમત ૪૦૦૦૦ મળીને  કુલ ૧,૧૮,૦૦૦ની કિંમતના ઘેટા બકરાની કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયાની ધ્રોલ પોલીસ મથકે રવિભાઈ વકસીભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે. 

 

ધ્રોલ પોલીસ હેડ. કોન્સ્ટેબલ એચ.બી. સોઢીયાએ વધુ તપાસ હાથ ધરી. સંજય ડાંગર અકિલા

(10:13 AM IST)