<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

શિક્ષણ મંત્રી પ્રો.ડો.કુબેરભાઈ ડીંડોરની જાહેરાતઃ બોર્ડની પરીક્ષાનું મહેનતાણુ શિક્ષકોને એડવાન્‍સમાં ખાતામાં જમા થશે

આ નિર્ણયને જૂનાગઢના બોર્ડ સભ્‍ય નિલેશભાઈ સોનારાએ સહર્ષ વધાવ્‍યોઃ મહામૂલા નિર્ણયથી શિક્ષણ જગતમાં ખુશીના વાદળો છવાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૩: શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડીંડોરે જાહેરાત કરી છે કે બોર્ડની પરીક્ષાનું મહેનતાણુ શિક્ષકોને એડવાન્‍સમાં ખાતામાં જમા  થશે.

આ નિર્ણયને  જૂનાગઢનાબોર્ડ સભ્‍ય નિલેશભાઈ સોનારાએ સહર્ષ વધાવ્‍યો હતો. હરહંમેશ શિક્ષકોની ચિંતા કરનારા આપના યશસ્‍વી શિક્ષણ મંત્રી પ્રો. ડો. કુબેરભાઈ ડિંડોરે તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ના રોજ અંબાજી ખાતે યોજાયેલ આચાર્ય સંધના અધિવેશનમાં જાહેરાત કરેલ. આ મહત્‍વના નિર્ણય બાબત રાજ્‍યના શિક્ષકોમાં ખુશીની લહેર છવાયેલ છે.

સરકારશ્રીના આ મહામૂલા નિર્ણયથી શિક્ષણ જગતમાં ખુશીના વાદળો છવાયા હતા. તથા  ઠેર ઠેર અભિનંદનની વર્ષા થયેલ છે. સાથે તા. ૦૧/૦૪/૨૦૦૫ પહેલા જાહેરાત આવી હોય અને ટેકનિકલ કારણોસર ઇન્‍ટરવ્‍યૂ બાકી હોય  તેવા ગ્રાન્‍ટેડ શાળાના કર્મચારીઓને જૂની પેન્‍શન યોજનામાં સમાવવાની શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની જાહેરાત તેમજ ૨૦૦૫ પછીનાને પણ પેન્‍શન મળી જશે તેવુ શિક્ષણ મંત્રીની હૈયા ધારણા મળતા શિક્ષકો માટે આજનો દિવસ જાણે સોનાનો સૂરજ ઉગેલ સમાન ઉડતી આનંદની લહેરથી શિક્ષણ જગતમાં આનંદ છવાયો છે.

(10:09 AM IST)