<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

કાલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીઃ આકાશમાં પતંગોની રંગોળી સર્જાશે

ઉતરાયણ નિમિતે દાન-પુણ્‍યનું ભારે મહત્‍વઃ પશુ, પક્ષીઓ, ગૌમાતાને ચણ, ઘાસચારો, ગરીબોને દાન અર્પણ કરાશેઃ મોટા પ્રમાણમાં ઉંધીયુ ખવાશે

રાજકોટ તા. ૧૩ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં કાલે મકરકસંક્રાંતિ પર્વની ધામધુમથી ઉજવણી કરાશે. સવારથી આખો દિવસ આકાશમાં અવનવી પતંગો ચગાવવામાં આવશે અને પતંગની રંગોળી સર્જાશે.

ઉતરાયણ નિર્મિતે દાન-પુણ્‍યનું પણ ભારે મહત્‍વ છે. પશુ, પક્ષીઓ, ગૌમાતાને ઘાસચારો અને ચણ અપાશે. તથા ગરીબોને દાન - અર્પણ કરાશે.

કાલે મોટા પ્રમાણમાં લોકો ઉંધીયુ પણ આરોગશે.

જસદણ

(હિતેશ ગોસાઈ દ્વારા) જસદણ :.. જસદણમાં કાલે મંગળવારે મકરસંક્રાંતિ પર્વની શહેરીજનો રંગેચંગેથી ઉજવણી કરશે આ અંગે ખાસ કરીને પતંગ રસિયાઓ હજારો રૂપિયા ખર્ચી પતંગ અને દોરાની ખરીદી કરી રહ્યા છે મંગળવારે સવારે દરેક પતંગ રસિયાઓ અગાસીઓમાં મ્‍યુઝિક સિસ્‍ટમ સાથે ગોઠવાઈ પતંગ ચગાવવાની મજા સાથે મનના પેચ પણ લગાવશે આમ તો મકરસંક્રાંતિ દાન પુણ્‍યનું મુખ્‍યત્‍વે પર્વ છે અઙ્ઘ અનુસંધાને જસદણ શહેર ભાજપ ઙ્કમુખ વિજયભાઈ રાઠોડએ જસદણના નાગરિકોને શુભેચ્‍છા પાઠવી હતી.

 અને જણાવ્‍યું હતું કે પતંગ રસિયાઓ સરકારની ગાઈડ લાઈનનું ચુસ્‍ત રીતે પાલન કરે તો કોઈપણ રીતે બનતાં અક્‍સ્‍માતોથી બચી શકાય જસદણની ઙ્કજા આમ તો સ્‍વાદ રસિક છે ત્‍યારે લાખો રૂપિયાનુ ઉંધીયું ઝાપટી જશે આ વર્ષે શાકભાજી ઉપરાંત ખાદ્ય તેલમાં ઘટાડો હોવાથી લોકોને ઉંધીયું સસ્‍તું મળે એવાં એંધાણ છે ગત દિવાળીમાં બસો થી અઢીસો રૂપિયાના કીલોના ભાવે ઉંધીયું વેચાયું હતું પણ હાલમાં લીલા શાકભાજીની આવક હોવાથી શીંગતેલ સિવાય અન્‍ય ઓઇલમાંથી બનાવેલ ઉંધીયું સસ્‍તા ભાવે વેચાણ પણ મોટાં પાયે થશે તેથી ગરીબ મધ્‍યમ વર્ગના લોકોને રાહત રહેશે આમ ઉત્તરાયણ પર્વને લઈને શહેરીજનોમાં અનેરો થનગનાટ પ્રવર્તી રહ્યો છે.

(10:56 AM IST)