<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સંતોની ભુમિ વડીયામાં ‘મારા ભગવાન આજે મારા મહેમાન થયા...' વિરપુર (જલારામ)ના પદયાત્રિકોનું રાત્રી રોકાણ

વડીયાઃ દર વર્ષે ની જેમ આ વર્ષે પણ  ઘોઘલા થી વીરપુર પદયાત્રી નું રાત્રી રોકાણ વડીયામાં. છેલ્લા ઘણા વર્ષથી ઘોઘલા થી ૧૭૦ પદયાત્રી સંઘ નું વડીયા મુકામે સંતો કી સરકારના નામ થી ઓળખાતા ડિસ્‍ટ્રિક્‍ટ ચેમ્‍બર ઓફ કોમર્સના મહામંત્રી અને વડીયા ચેમ્‍બર ઓફ કોમર્સના પ્રમુખ વડીયા લોહાણા મહાજ ના મંત્રી મીતુલભાઈ કાંતિલાલ ગણાત્રા ને ત્‍યાં રાત્રી રોકાણ કરે છે આજ રોજ ખાસ ત્રિવેણી સંગમ થયો મિતુલ કાંતિલાલ ગણાત્રા  જે કંપની માં સર્વિસ કરે TATA AIA LIFE INSURANCE CO.માં મિતુલ ગણાત્રા ની ટીમ માંથી અમરેલી બ્રાન્‍ચ માં એક નવી સિદ્ધિ હાંસલ કરી તેમાં (૧) હિમાંશુ પાનસુરીયા એ MDRT 1.5.TIMES અને (૨) મનીષાબેન રાકેશભાઈ ઉમરેઠિયા એ MDRT અને (૩) ગોપાલભાઈ ભીખાભાઈ કચ્‍છી MDRT આ ત્રણ અમરેલી બ્રાન્‍ચ ને નવા શિખરો પર લઈ ગયા છે આ ત્રણેય નું ભવ્‍ય સન્‍માન મિતુલ ગણાત્રા અને શિશિરભાઈ દેવમૂરારીએ કર્યું હતું. ત્રિવેણી સંગમ ની ખાસ વાત તો એ કે ભજનિક પ્રાણલાલ વ્‍યાસ ના સુપુત્રી બીનાબેન શુક્‍લા (વોઇસ ઓફ લતા) એ જૂના ગીતો ને ભજન અને દાંડિયા રાસ ની રમજટ બોલાવી ને સતત ૫ દિવસ થી ચાલેલા પદયાત્રીઓને બીનાબેને એમની કોકિલકંઠ થી મંત્રમુક્‍ધ કરી દીધા. વડીયામાં રાત્રી રોકાણ મિતુલભાઈ કાંતિલાલ ગણાત્રા ને ત્‍યાં કરે છે  મારા ભગવાન મહેમાન બને છે ત્‍યારે જે પણ સેવા ના કાર્યો થઈ શકે છે એમના સાચા હકદાર  તો એમના  માતાશ્રી કાંતાબેન કાંતિલાલ ગણાત્રા અને પિતાશ્રી કાંતિલાલ છોટાલાલ ગણાત્રા ના આશીર્વાદ થી જ આ સેવાના કાર્યો  શકય છે અને ખાસ એમના ધર્મ પત્‍ની શીતલબેન મીતુલભાઇ ગણાત્રા કે એમને હરહંમેશ સેવાકરવા માં એમનો સાથ સદાય સાથે જ હોઈ છે.

ભોજન પ્રસાદી બનાવવાની સેવા છેલ્લા ૨૫ વર્ષ થી એક પણ રૂપિયા લીધા વગર રસોઈ બનાવવાની સેવા આપે છે એવા મારા ભગવાન લલિતભાઈ ગણાત્રાનું ઘોઘલા વાળાએ વિશેષ સન્‍માન જલારામ બાપા નું ચિત્ર આપીને કર્યું હતું  અને , કરણભાઈ વાઘેલાનું પણ ચિત્ર આપીને સન્‍માન કર્યું હતું તેમજ ભાવેશભાઈ રાઠોડ,જે બધા એક પણ પૈસો લીધા વિના રસોઈ બનાવવાની સેવા આપે છે.

ખાસ શ્રમ સેવા કે ગાદલા પાથરવાથી જમાડવા અને ગરમ પાણી થી પગ ધોવડાવવા સુધીથી સેવા આપે છે એવી મારી ટીમ કનુભાઈ કહોર, ભવ્‍ય સાદરાણી, હેત સાદરાણી,નિલેશભાઈ સાદરાણી, જગદીશભાઈ ખુનડિયા, બાબુભાઈ સિંગાળા, પરસોતમભાઈ છોડવડિયા, કાળુભાઈ ઢોલરિયાની, પરેશ ઠુમ્‍મર,વિપુલ બરછાનું પણ ચિત્ર આપી ને સન્‍માન કર્યું હતું રાજુભાઈ રાખોલિયા, ભાણભાઈ સગર, મહાજન વાડીના મેતાજી મોરીભાઈનું પણ ચિત્ર આપી ને સન્‍માન કર્યું હતું,આ બધા લોકોનો સાથ છે ત્‍યારેજ મિતુલ ગણાત્રા આવા સેવાના કાર્યો કરી શકે છે.

(11:17 AM IST)