News of Monday, 13th January 2025
કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી પાક ઘૂસણખોર ઝડપાયો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૧૩:પેટ્રોલિંગ દરમ્યાન બીએસએફે કચ્છની દરિયાઈ સીમા ચોકીના પીલર નંબર ૧૧૩૯ પાસેથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ પાકિસ્તાની કાળાગુગડા ગામનો વતની છે તેનું નામ બાબુઅલી છે. ૨૨ વર્ષીય આ યુવાન પાસેથી માછીમારીના સાધન અને કરચલા મળી આવ્યા છે. વધુ પૂછપરછ ચાલુ છે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
