<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

સેલીબ્રેટીઝના આગમનથી કચ્‍છ ધમધમ્‍યું: ટીના અંબાણીએ માતાના મઢમાં દર્શન કર્યાઃ આજે જયા બચ્‍ચન સફેદ રણમાં મહેમાન

 (વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા., ૧૩:  રણોત્‍સવની ઉજવણી વચ્‍ચે કચ્‍છ સેલીબ્રેટીઝના આગમનથી ધમધમી રહ્યું છે. ગઈકાલે ટીના અંબાણી (ટીના મુનિમ)એ માતાના મઢમાં મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્‍યું હતું. પોતાના પારિવારિક મિત્ર પરિવાર સાથે ખાનગી વિમાનમાં આવેલ ટીના અંબાણી લખપત, કોટેશ્વર થઈ સફેદરણના મહેમાન બનશે. જ્‍યારે આજે જયા બચ્‍ચન અને તેમના પુત્રી શ્વેતા નંદા કચ્‍છ આવી રહ્યા છે. રણોત્‍સવ નિહાળવા તેઓ સફેદરણના મહેમાન બનશે. જોકે, જયા બચ્‍ચનના આ પ્રવાસ અંગે સત્તાવાર કોઈ માહિતી નથી. પરંતુ સૂત્રોના જણાવ્‍યાનુસાર તેઓ આજે ધોરડો ટેન્‍ટ સીટીના મહેમાન બનશે.

(12:12 PM IST)