News of Monday, 13th January 2025
૬ લાખનું ર૮ લાખ વ્યાજ આપ્યા છતા પઠાણી ઉઘરાણીઃ ગોંડલના વાછરા ગામના વ્યાજખોરની ધરપકડ
વાછરા ગામના બટુકભાઇ જેતાણીની ફરીયાદ ઉપરથી તાલુકા પોલીસની કાર્યવાહીઃ વ્યાજખોરીનો ભોગ બનેલાઓને ફરીયાદ કરવા પોલીસની અપીલ

રાજકોટ તા. ૧૩ :.. ગોંડલના વાછરા ગામે ૬ લાખનું ર૮ લાખ વ્યાજ આપ્યા છતાં પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોરની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના વાછરા ગામે રહેતા અને જીઇબીના કોન્ટ્રાકટર તરીકે કામ કરતા બટુકભાઇ નાનજીભાઇ જેતાણીએ તે જ ગામના કાળુ ધનાભાઇ ભુંડીયા સામે તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ર૦૧૬માં રોકાણ કરેલ રૂપીયાનું બીલ મંજુર ન થતા આથિૃક સંકટના કારણે ફરીયાદીએ આરોપી કાળુ ભુંડીયા પાસેથી પ્રથમ ર લાખ દર મહિને ર૪,૦૦૦ વ્યાજે લીધા હતા. જેનું દર મહિનો ૭ર,૦૦૦ રૂા. વ્યાજ ચુકવતો હતો. છેલ્લા પાંચેક વર્ષમાં ફરીયાદીએ આરોપીને ૬ લાખનું ર૮ લાખ વ્યાજ ચુકવી દીધું હોવા છતા આરોપી કાળુએ ફરીયાદી પાસેથી વધુ ૪ લાખ વ્યાજની તેમજ મુદલ રકમની પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીના પુત્રને ધમકી આપી હતી.
આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે ગુન્હોદાખલ કરી વ્યાજખોર કાળુ ધનાભાઇ ભુંડીયા રે. વાછરા ગામની ધરપકડ કરી હતી. તાલુકાના પીઆઇ જે.પી. રાવે ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વ્યાજખોરીનો ભોગ બનેલાઓને પોલીસમાં ફરીયાદ કરવા અપીલ કરી છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
