<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

અમરેલી લેટરકાંડ : ૩ પોલીસ કર્મચારીઓ સસ્‍પેન્‍ડ

હેડ કોન્‍સ્‍ટેબલ કિશન આસોદરીયા, પોલીસ કોન્‍સ્‍ટેબલ વરજાંગ મુળસીયા, હિના મેવાડા સામે ફરજમાં બેદરકારી બદલ કાર્યવાહી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા.૧૩ :  અમરેલી પત્રકાંડ મુદ્દે મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં પાયલ ગોટીના રિકન્‍સ્‍ટ્રકશનમાં વિવાદમાં ૩ પોલીસકર્મી ફરજમાં બેદરકારી બદલ સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે.અમરેલીમાં પાયલ ગોટીનું સરઘસ કાઢવાના કેસમાં જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્‍ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીને સસ્‍પેન્‍ડ કરવામાં આવ્‍યા છે. જેમાં ફરજમાં બેદરકારી બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ બાબતે હેડ કોન્‍સ્‍ટેબલ કિશન આંસોદરીયા, પોલીસ કોન્‍સ્‍ટેબલ વરજાંગભાઈ મૂળયાસીયા અને પોલીસ કોન્‍સ્‍ટેબલ હિનાબેન મેવાડાને સસ્‍પેન્‍ડ કરાયા છે.

 મહત્‍વનું છે કે કૌશિક વેકરીયા વિરુદ્ધ જાહેર થયેલા નકલી પત્રકાંડમાં પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી હતી. જેમાં પાયલ ગોટીનો પણ સમાવેશ હતો. રિકન્‍સ્‍ટ્રક્‍શનના નામે પોલીસે આ ચારેય આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢયું હતું. પાટીદાર દીકરીનું જુલુસ નીકળતા સમગ્ર વિવાદ ઉભો થયો હતો. પાટીદાર આગેવાનો અને નેતાઓએ વિરોધ કરતા પાયલ ગોટીને જેલમાંથી મુક્‍ત કરવામાં આવી હતી.

 કૌશિક વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં કૌશિક વેકરીયા પોલીસ પાસેથી ૪૦ લાખનો હપ્તો લેતા હોવાનો પત્રમાં આરોપ હતો. કોંગ્રેસના નેતાઓને મહત્‍વ આપતા હોવાનો પણ ઉલ્લેખ હતો. ત્‍યારે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્‍યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં યુવતી અને ભાજપ નેતા સહિત પોલીસે ૪ની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ નેતા મયુર વઘાસીયા મુખ્‍ય આરોપી હતો. ત્‍યારે યુવતીની અડધી રાત્રે ધરપકડ કરાઈ હતી. જેમાં ટાઈપિંગનું કામ કરતી યુવતીએ માત્ર પત્ર ટાઈપ કર્યો હતો. કામના ભાગરૂપે ટાયપિંગ કરનાર યુવતીને પોલીસે આરોપી બનાવીને રિકન્‍સ્‍ટ્રક્‍શનના નામે યુવતી સહિત ચારેય આરોપીનું સરઘસ કાઢયું હતું. આ ઘટનામાં યુવતીનું સરઘસ નીકળતા કોંગ્રેસ નેતાઓએ વિરોધ ઉઠાવ્‍યો હતો. પૂર્વ ધારાસભ્‍ય ઙ્કતાપ દૂધાતે મુખ્‍યમંત્રીને પત્ર લખ્‍યો હતો. જેમાં રિકન્‍સ્‍ટ્રકશનના નામે દીકરીના સરઘસને અયોગ્‍ય ગણાવ્‍યું છે.

(12:26 PM IST)