News of Monday, 13th January 2025
લાલપુર ટાઉન વિસ્તારમા પ્રોહિ બુટલેગર તેમજ પ્રોહિની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમોના ઘરે પીજીવીસીએલની ટીમ દ્વારા વીજ ચેકિંગ
20 થી 22 ઘરે ચેક કરતા 10 ઘરે ચાલતા ગેરકાયદેસર વીજજોડાણ કાપવા મા આવેલ :રૂ.340000/-નો દંડ ફટકારવામાં આવ્યો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૩ : આજે વહેલી સવારે લાલપુર પો સ્ટે ના પો ઇન્સ્ તેમજ પો સબ ઇન્સ્ સહિત સ્ટાફ ના માણસો તેમજ જીઆરડી ને સાથે રાખી જીઈબીની જુદી જુદી ટીમો બનાવી લાલપુર ટાઉન વિસ્તાર મા પ્રોહિ બુટલેગર તેમજ પ્રોહિની પ્રવૃતિ સાથે સંકળાયેલા ઈસમોના ઘરે પીજીવિસીએલ ટીમ ને સાથે રાખી વીજ ચેકિંગ હાથ ધરવામા આવેલ હતું.
જેમાં 20 થી 22 ઘરે ચેક કરતા 10 ઘરે ચાલતા ગેરકાયદેસર વીજજોડાણ કાપવા મા આવેલ તેમજ કુલ રૂ.340000/-નો દંડ કરવા મા આવેલ છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
