<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

જસદણના જુના પીપળીયા તાલુકા શાળાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસ

 

(ધર્મેશ કલ્યાણી દ્વારા) આટકોટ-જસદણ  : શ્રી જુનાપીપળીયા તા.શાળામાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વડોદરા કમાટીબાગ, મ્યુઝિયમ, જોયટ્રેન, આઈવરી-પ્રાણી સંગ્રહાલય, નીલકંઠધામ-પોઇચા, રાજવંત પેલેસ,હરસિદ્ધિમાતા મંદિર-રાજપીપળા, નર્મદા(સરદાર સરોવર) ડેમ, જંગલ સફારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી,સ્વામિનારાયણ મંદિર-બોચાસણ તેમજ પાવાગઢ જેવા સ્થળોએ ત્રણ દિવસ પ્રવાસ યોજાયો હતો. જેના દ્વારા શાળાના બાળકોએ અનુભવ જન્ય પ્રત્યક્ષ શિક્ષણ મેળવી આનંદ માણ્યો હતો.જંગલ, નદી, સરોવર, કેનાલ, પ્રાણીઓ, પક્ષીઓ, પ્રાચિન સ્થાપત્ય અને કલાના નમુનાઓ,બાગ-બગીચા, રોપ-વે વગેરે વિશે જાણી મોજમજા સાથે નવું-નવું જાણવા અને શિખવાનો પ્રયાસ કર્યો હતો.આ પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય તેમજ મનીષભાઈ કચ્છી, આશિષભાઈ રામાણી, વિજલબેન માવાણી ,સોનલબેન રામાણી ચંદ્રેશભાઇ રાઠોડ વગેરે શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી

(2:40 PM IST)