તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
સસ્તા સોનાના નામે ઠગાઈ કરનાર કચ્છનો કુખ્યાત વોન્ટેડ ઠગ ઝડપાયો
સુરતના જ્વેલર્સ સાથે સસ્તા સોનાના નામે ૩૧ લાખ રૂ.ની ઠગાઈ કરી હતી

સુરતના જ્વેલર્સ સાથે સસ્તા સોનાના નામે ૩૧ લાખ રૂ.ની ઠગાઈ કરનાર ચીટર સિકંદર ઉર્ફે સિકલો જુસબ સોઢાને તેના સાગરીત સિદિક સાલેમામદ ફકીરને ભુજમાંથી પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી લીધા હતા.
માનકુવા(ભુજ) અને આહવા(ડાંગ)માં ઠગાઈના ગુનામાં વોન્ટેડ કુખ્યાત ઠગ સિકંદરે સુરતના જ્વેલર્સને પડકાર ફેંક્યો હતો કે, ગૃહમંત્રી પણ એમનું કાંઈ નહીં બગાડી શકે. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
