<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

માળિયા નવાગામના રહેણાંક મકાનમાંથી ૧૫૧૫ લીટર દેશી દારૂ ઝડપાયો.

૩ લાખથી વધુના દેશી દારૂ સહીત ૮.૬૮ લાખનો મુદામાલ જપ્ત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે ૧૫૧૫ લીટર દેશી દારૂ સહીત કુલ રૂ ૮.૬૮ લાખના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા છે અન્ય ચાર આરોપીના નામો ખુલતા વધુ તપાસ ચલાવી છે.

એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા તાલુકાના નવાગામમાં રહેણાંક મકાન અને ટ્રેક્ટરમાં કેટલાક ઈસમો દેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મકાન અને ટ્રેક્ટર ટ્રોલીમાંથી દેશી દારૂ ૧૫૧૫ લીટર મળી આવ્યો હતો જેથી પોલીસે ૩,૦૩,૦૦૦ નો દેશી દારૂ, મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૧૫ હજાર અને ટ્રેક્ટર ટ્રોલી કીમત રૂ ૫,૫૦,૦૦૦ સહીત કુલ રૂ ૮,૬૮,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે.
તેમજ આરોપી સબીર મહમદહનીફ ઉર્ફે બાબો જેડા અને ઈરસાદ મહમદહનીફ ઉર્ફે બાબો જેડા રહે બંને રણછોડનગર મોરબી મૂળ નવાગામ તા. માળિયા વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપી ઈરફાન મહમદહનીફ ઉર્ફે બાબો જેડા, અવેશ સુભાન કટિયા, મહમદ ઉર્ફે બાબો રાયબ જેડા અને ઇમરાન રાયબ જેડા એમ ચાર આરોપીના નામો ખુલતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે

(12:51 AM IST)