તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
મોરબીના ચકચારી ગેરકાયદેસર બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવવાના કેસમાં આરોપીના શરતી જામીન મંજુર
મોરબીમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં ગેરકાયદેસર બાયોમેટ્રી આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવાના ગુનામાં આરોપીના સરતી જામીન મંજૂર થયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીમાં ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં ગેરકાયદેસર બાયોમેટ્રી આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવાના ગુનામાં આરોપીના સરતી જામીન મંજૂર થયા છે
મોરબી ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટ ઓફિસના અધિકારી દ્વારા તેમની કીટ અન્ય દ્વારા ઉપયોગ કરાવી ગેરકાયદેસર ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડ છાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધારે આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરવાની ફરિયાદ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તર દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવેલી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ હતા ત્યારબાદ આરોપીના વકીલ મારફતે તેની જામીન અરજી ડીસ્ટ્રીક કોર્ટમાં કરવામાં આવેલ હતી જેમાં આરોપીના સરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે.
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટરના નામથી ચાલતી દુકાનમાં આરોપી વિજયભાઈ સરડવા પોતાની ઓનેસ્ટ ઓનલાઈન સેન્ટર નામની દુકાનમાં પોસ્ટમેન જયેશભાઈ ગોવિંદભાઈ સર ડવા ની આઇડી વાડી કીટનો ઉપયોગ કરી આધાર કાર્ડ બનાવવા કે તેમાં ફેરફાર કરવા માટે અધિકૃત કરેલ ન હોવા છતાં અન્ય આઈડીનો આધાર કાર્ડ નો ડેટા લઈ ખોટા દસ્તાવેજો બનાવી તેમાં છેડછાડ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કોઈપણ રીતે બનાવટી બાયોમેટ્રિક આધાર કાર્ડ બનાવી લોકો સાથે ઠગાઈ કરેલ બાબતે મોરબી સીટી એ ડિવિઝન
ફરિયાદ નોંધવામાં આવેલ હતી જે ગુનામાં આરોપી કંજારિયા સંજય પ્રભુભાઈ ત્યાં નોકરી કરતો હોય તેથી તેની પણ ધરપકડ કરવામાં આવેલ હતી અને નામદાર કોર્ટમાં રજૂ કરીજેલ હવાલે કરવામાં આવેલ હતા.
ત્યારબાદ આરોપી ના વકીલ હીમશીખા એમ રાઠોડ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટેની અરજી મૂકવામાં આવેલ હતી જેમાં આરોપીના વકીલે કરેલ ધારદાર દલીલો આધાર પુરાવા અને હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઈને કોર્ટે આરોપીના સરતી જામીન મંજૂર કરેલ છે જેમાં આરોપીના વકીલ તરીકે હીમશીખા એમ રાઠોડ અને એમ એન. સાંગાણી રોકાયેલા હતા.
2025-01-13
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
