<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

મોરબીના મકનસર રેલ્વે ફાટક પાસે યુવાને આર્થીક તંગીના કારણે ટ્રેન નીચે પડતું મૂકી દેતા મોત.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના મકનસર રેલ્વે ફાટક પર યુવાનને આર્થિક તંગીના કારણે કંટાળી જઈને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટુકાવ્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


મોરબીના માટેલ ગામે રહેતા દિનેશભાઈ સોમાભાઈ ચાવડા (ઉ.૩૫) રીક્ષા ડ્રાઈવિંગ કરતા હોય અને રીક્ષા ડ્રાઈવિંગની આવકથી ઘરનું ગુજરાન બરોબર ચાલતું ના હોય અને સારી આવક મળી રહે તેવો કોઈ કામ ધંધો મળતો ના હોય જેથી આર્થીક સંકળામણના કારણે આવેશમાં આવી જઈને પોતે પોતાની જાતે રેલ્વે ટ્રેક પર ડેમુ ટ્રેન નીચે પડતું મૂકી દેતા દિનેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:15 AM IST)