તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ભારે પવનના કારણે ખોરવાઈ

જૂનાગઢ,તા. ૧૪,જૂનાગઢમાં વધુ એકવાર રોપ-વે સેવા ભારે પવનના કારણે ખોરવાઈ છે. ભારે પવનને કારણે ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરાતા લાખો માઈ ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે પોષી પૂનમે ગિરનાર પર બિરાજમાન માં આંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે. ત્યારે ભારે પવનો ફૂંકાતા યાત્રિકોના જીવના જોખમને ધ્યાનમાં રાખી રોપ-વે સેવા બંધ કરવાનો અમર્યાદિત સમય માટે નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે પવન ફૂંકાતા રોપૃવે સેવા પર અસર થઈ છે. માહિતી મુજબ પવનની ગતિ સ્થિર થતાં રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ થશે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
