<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા : ભરૂચની સેન્ટઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર વિરુદ્ધ છાત્રાની લાજ લૂંટવાનો ગુનો

ડિસેમ્બર ૨૦૨૪માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી

ભરૂચ,તા. ૧૪,ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની લાજ લૂંટી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી.

ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ ૨૦૨૨થી વર્ષ ૨૦૨૪ દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. બાળકી શાળાનાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતી હતી ત્યારે ફાધર કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અણછાજતું વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામી નાં ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર ૨૦૨૪માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર ફાધરે તેને નિશાન બનાવી હતી. ફાધર કમલેશ રાવલની હરકતો હદ વટાવી જતા વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી.

આ સમય દરમિયાન કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા.આ તમામ માહિતી સાથે બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર ફરાર થઇ ગયા છે.

(10:44 AM IST)