તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
અમરેલીનાં બગસરામાં એક સગીર બાળકે રીલ્સ બનાવવાની ઘેલછામાં ઝેરી દવા પી લીધી
ખેતીપાકમાં વપરાતી દવા પી જતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

અમરેલીઃ અમરેલીનાં બગસરામાં એક સગીર બાળકે રીલ્સ બનાવવાની લ્હાયમાં ઝેરી દવા પી લીધી હતી. ત્યારે આ સમગ્ર બાબતની જાણ બાળકનાં પરિવારજનોને થતા પરિવારજનો દ્વારા તાત્કાલીક બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ અવાર નવાલ બાળકો સોશિયલ મીડીયાનાં ક્રેઝમાં સગીરો જીવલેણ અખતરો કરતા હોય છે. રીલ બનાવવાની ઘેલછામાં સગીરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. બગસરામાં ખેત મજૂરનાં 15 વર્ષીય બાળકે ઝેરી દવા પી લીધી હતી. બાળકે ખેતી પાકમાં વપરાતી દવા પી જતા તેને તાત્કાલીક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
આ સમગ્ર મામલે પરિવારજનો દ્વારા તપાસ કરતા સગીર દ્વારા નવા વાઘણીયાની વાડીમાં રીલ બનાવવા દવા પી લીધી હોવાનું સામે આવ્યું હતું. ખેતીપાકમાં વપરાતી દવા પી જતા બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સોશિયલ મીડિયા માટે બનાવેલી રીલ બાળકના મોબાઈલમાંથી મળી આવી હતી. જે બાદ સમગ્ર ઘટનાની પરિવારજનોને જાણ થઈ હતી.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
