તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
મકરસંક્રાંતિ ના પાવન દિવસે માનસર ગામે ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજનનું મહત્વ

(સંજય ડાંગર ધ્રોલ)ધ્રોલઃ મકરસંક્રાંતિ ના પાવન દિવસે માનસર ગામે ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરવામાં આવેલ અને ગાયોને લીલો ચારો તેમજ લાડવા પ્રસાદ આપવામાં આવેલ ધારાસભ્ય શ્રીમેઘજીભાઈ ચાવડા તેમજ આ જ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા તાલુકા પંચાયતના સદસ્યો મહેન્દ્રસિંહ જાડેજા પોલુભા જાડેજા જયંતીભાઈ કગથરા નિલેશભાઈ મુગરા કાંતિભાઈ ઘેટીયા હરપાલસિંહ જાડેજા ક્રિપાલસિંહ જાડેજા હકુભા જાડેજા તેમજ જાલીયા માનસર ગામના આગેવાનો ભાઈઓ તેમજ બહેનો બહોળી સંખ્યાની અંદર ઉપસ્થિત રહેલ જિલ્લા પંચાયતનો સદસ્ય લખધીરસિંહ જાડેજા તરફથી રોકડા 1,11,111 રૂપિયા લીલા ચારા માટે રોકડા દાન કરવામાં આવ્યુ હતુ
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
