<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છેઃ દિલીપ સંધાણીનો લાલધૂમ

અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પોલીસની કામગીરી પર ઉઠાવ્યા સવાલો,

અમરેલીઃ  દિલીપ સંઘાણીએ કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છે.

અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને પોલીસની કામગિરિ પર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન હવે ભાજપના દિગ્ગજ નેતા દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે. દીલીપ સંઘાણીએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છે. 

 

અમરેલી લેટરકાંડ અને સરઘસ કાંડ મામલે પાટીદાર દીકરી સામે પોલીસ કાર્યવાહીને લઈ સહકારી નેતા દિલીપ સંઘાણીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પોલીસે કાયદાનો દૂરુપયોગ કરીને દીકરીનું સરઘસ કાઢ્યું હતું. પોલીસે ઓવર કામગીરી કરીને દીકરીનું અુપમાન કર્યું છે. માર મારવો, સરઘસ કાઢવુંએ વધારે પડતું છે.  હું દીકરીને મળવા જેલમાં ગયો એટલે આખુ ભાજપ આવી ગયું. નકલી લેટરકાંડની સત્યતા અંગે તપાસ થવી જોઈએ અને સત્ય હકીકત બહાર લાવવી જોઈએ. સરકારે નિર્લિપ્ત રાયને તપાસ સોંપી છે, આથી જનતાને વિશ્વાસ બેસે એવી કડક કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આ મુદ્દે કોંગ્રેસ માત્ર રાજકારણ કરે છે.

અમરેલી લેટર કાંડ અને સરઘસ કાંડ મામલે   પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પાયલ સાથે જે થયું તેની તપાસ થવી જોઈએ. જે તે પોલીસકર્મી સામે પગલાં પણ લેવાવા જોઈએ. તેમણે કહ્યું કે, પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસ અમરેલી મુદ્દે હવાતિયા મારી રહી છે. ગુજરાતમાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે.

(2:19 PM IST)