તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
ભક્તિ ભાવથી પરિપૂર્ણ ભક્તિ પર્વ સમાગમ: પરમાત્માના જોડાણથી જ સાચી ભક્તિનો આધાર: નિરંકારી સદગુરુ માતા સુદીક્ષાજી
જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં ભક્તિ પર્વ સમાગમનું આયોજન:શહેર તેમજ જિલ્લામાંથી સેંકડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.

જામનગર : ભક્તિ તે અવસ્થા છે , જે જીવન માં દિવ્યતા અને આનંદ થી ભરે છે.તે ન ઇચ્છાઓનો સોદો છે , ન સ્વાર્થ નો માધ્યમ.સાચી ભક્તિનો અર્થ છે પરમાત્મા સાથે ઊંડો જોડાણ અને નિઃસ્વાર્થ પ્રેમ.
જામનગરમાં પટેલ કોલોની સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવનમાં ભક્તિ પર્વ સમાગમ નું આયોજન કરવા માં આવેલ.જેમાં શહેર તેમજ જિલ્લામાં થી સેંકડો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો.
સમાગમ દરમિયાન અનેક વક્તાઓ,કવિઓ અને ગીતકારો એ વિભિન્ન વિદ્યાઓ ના માધ્યમ થી ગુરુ મહિમા થી ભક્તિ ના ભાવપૂર્ણ વર્ણન કર્યા.સંતો ની પ્રેરણાદાયક શિક્ષાઓ ને શ્રદ્ધાળુઓ ના જીવન ને આધ્યાત્મિક દૃષ્ટિકોણ થી સમૃદ્ધ કર્યા.
આ શુભ અવસર પર નિરંકારી માતા સુદિક્ષા જી અને રજપિતા રમિત જી નો સંદેશ આપતા શ્રીમતિ જ્યોતિ ટહેલરમાની જી એ જણાવ્યું કે ,"બ્રહ્મજ્ઞાન ભક્તિ નો આધાર છે ,તે જીવન ને ઉત્સવ બનાવે છે.ભક્તિ નો વાસ્તવિક સ્વરૂપ દેખાવ થી ઉપર અને સ્વાર્થ તથા લાલચ થી મુક્ત હોવું જોઇએ.જેમ દૂધ માં લીંબુ નાખવા થી દૂધ ફાટી જાય છે તેમ ભક્તિ માં લાલચ અને સ્વાર્થ હોય તો તે પોતાની પવિત્રતા ખોઈ બેસે છે ."
સદગુરુ માતાજી એ ઉદાહરણ આપતા કહ્યું કે ભગવાન હનુમાનજી,મીરાબાઈ,અને બુદ્ધ ભગવાનના ભક્તિ સ્વરૂપ ભલે અલગ હતા ,પરંતુ તેઓ નો મર્મ એક જ હતો પરમાત્મા થી અતૂટ જોડાણ.ભક્તિ સેવા,સિમરન અને સત્સંગ જેવા અનેકો રૂપ માં થઇ શકે છે પરંતુ તેમાં નિઃસ્વાર્થ પ્રેમ અને સમર્પણ નો ભાવ હોવો જોઈએ.ગ્રહસ્થ જીવન માં પણ ભક્તિ સંભવ છે,જો દરેક કાર્ય માં પરમાત્મા નો આભાસ હોય .
તેઓ એ માતા સવિંદર જી અને રાજમાતા જી ના જીવન ને ભક્તિ અને સમર્પણ નો પ્રતીક જણાવેલ.તેઓ એ કહ્યું કે આ વિભૂતિઓ નો જીવન ભક્તિ અને સેવા નો શ્રેષ્ઠ ઉદાહરણ છે .
નિરંકારી મિશન નો મૂળ સિદ્ધાંત એ જ છે કે ભક્તિ પરમાત્મા ના તત્વ ને જાણી ને જ સાર્થક રૂપ લઈ શકે છે .
નિઃસંદેહ સદગુરુ માતાજી ના અમૂલ્ય પ્રવચનો ને શ્રદ્ધાળુઓ ના જીવન માં બ્રહ્મજ્ઞાન દ્વારા ભક્તિ ના વાસ્તવિક મહત્વ સમઝવા અને અપનાવા માટે પ્રેરણા આપેલ
(8:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
