તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
ધ્રોલઃમાનસર ગામે ગોશાળા ખાતે ગો માતાનું પૂજન ઘાસચારો અર્પણ

ધ્રોલઃ મકરસંક્રાંતિ ના પાવન દિવસે માનસર ગામે ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કરવામાં આવેલ અને ગાયોને લીલો ચારો તેમજ લાડવા પ્રસાદ આપવામાં આવેલે. ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ આ જ વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્ય લખધીરસિંહ જાડેજા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજરાજસિંહ જાડેજા તાલુકા પંચાયતના સદસ્યો મહેન્દ્રસિંહ જાડેજા, પોલુભા જાડેજા, જયંતીભાઈ કગથરા ,નિલેશભાઈ મુગરા, કાંતિભાઈ ઘેટીયા, હરપાલસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, હકુભા જાડેજા,તેમજ જાલીયા માનસર ગામના ભાઇ-બહેનો ઉપસ્થિત રહેલ. જિલ્લા પંચાયતના સદસ્ય લખધીરસિંહ જાડેજા તરફથી રોકડા ૧,૧૧,૧૧૧ રૂપિયા લીલા ચારા માટે રોકડા દાન કરવામાં આવ્યુ હતું.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
