<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

બીડી પીતી વખતે પથારી સળગતાં ૮૫ વર્ષના ચનાભાઇ દાઝી ગયાઃ મોત

ગોંડલના વૃધ્‍ધને પેરેલિસીસ હોઇ ઉભા ન થઇ શક્‍યાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૫: ગોંડલમાં રહેતાં વૃધ્‍ધ બીડીને કારણે પથારી સળગતાં દાઝી   જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ ગોંડલમાં ગુંદાળા ફાટક નજીક ખોડિયારનગરમાં રહેતાં ચનાભાઇ શીવાભાઇ ડાભી (ઉ.વ.૮૫) નામના વૃધ્‍ધ તા. ૧૩ના સવારે પથારીમાં હતાં ત્‍યારે દાઝી જતાં ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ સંક્રાંતિને દિવસે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, અશ્વિનભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇએ ગોંડલ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર વૃધ્‍ધને બે પુત્ર અને ચાર પુત્રી છે. દિકરાના કહેવા મુજબ પિતા ચનાભાઇને પેરેલીસીસ હોઇ તે પથારીવશ હતાં. એક હાથ થોડો કામ કરતો હતો. વહેલી સવારે તેમણે બીડી સળગાવતાં તણખો ધાબડામાં પડતાં પથારી સળગી હતી. પેરેલિસીસ હોઇ તે ભાગી ન શકતાં દાઝી ગયા હતાં. રાડો પાડવામાં માંડતાં ઘરના લોકોને જાણ થતાં આગ બુઝાવી હતી. સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું.

(10:49 AM IST)